હોમ પેજ / રેસિપી / પિન્ડી છોલે

Photo of Pindi chhole by Hetal Sevalia at BetterButter
596
1
0.0(0)
0

પિન્ડી છોલે

Jul-06-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પિન્ડી છોલે રેસીપી વિશે

આ દિલ્હી સ્ટાઇલ રેસિપી છે. પરંતુ ઈઝી અને ટેસ્ટી છે. આ રેસિપી માં બ્લેક છોલે ટી બેગ વગર બનાવીશું.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 4

  1. છોલે માટે:
  2. 200 ગ્રામ કાબુલી ચણા
  3. 3 મિડીયમ સાઈઝ ની ડુંગળી
  4. આખો ગરમ મસાલો( તજ,લવિંગ, બાડીયા, મરી, મોટી એલચી દરેક વસ્તુ 2 નંગ)
  5. 4 -5 પીસ સૂકા આબળા
  6. 1 ટેબલ સ્પૂન લાલમરચુ
  7. 1 ટેબલ સ્પૂન ધાણાજીરું
  8. 2 ટેબલ સ્પૂન કસૂરી મેથી
  9. 2 ટેબલ સ્પૂન છોલે મસાલો
  10. 1 ટેબલ સ્પૂન સૂકા અનારદાણા
  11. 1/2 ટેબલ સ્પૂન આમચૂર પાવડર
  12. 1/2 ટેબલ સ્પૂન લીલાં મરચાં ની પેસ્ટ
  13. 1/2 આદું ની પેસ્ટ
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. ભટુરે માટે:
  16. 250 ગ્રામ મેંદો
  17. 100 ગ્રામ રવો
  18. 25 ગ્રામ બેસન
  19. 1/2 ટી.સ્પૂન બેકિંગ પાવડર
  20. મીઠું સ્વાદ અનુસાર
  21. 4 ચમચી તેલ મોણ માટે
  22. 3 ચમચી દહીં

સૂચનાઓ

  1. સૌપ્રથમ ભટુરે માટે ની બધી વસ્તુઓ ભેગી કરીને પૂરી જેવો લોટ બાંધી લો. તેને 4 -5 કલાક રેસ્ટ આપો. હવે ચણા ને 5 થી 6 કલાક પલાળી દો. એક કૂકરમાં ચણા, ડુંગળી સમારેલી, આબળા ના પીસ,આખો ગરમ મસાલો, પાણી ઉમેરી બોઈલ કરી લો.કૂકર ખોલીને ચમચાથી બરાબર હલાવી લો. જેથી ડુંગળી એકરસ થઈ જશે. થોડા ચણા પણ સ્મેસ કરી લેવા જે થી રસો ઘટ્ટ થશે.આમળાં પસંદ ના હોય તો કાઢી લેવા. તેના થી ખટાશ પણ આવી જશે અને કાળા પણ થઈ જશે.મોટી એલચી થી પણ ચણા કાળા થશે. હવે એક કઢાઈમાં તેલ મૂકી લીલાં મરચાં અને આદું ની પેસ્ટ સાતળો. ત્યારબાદ બધા સૂકા મસાલા 2 થી 3 મિનિટ સાતળી લો.પછી ચણા ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી એક ઉબાલ લાવી ધીમા તાપે 15 મિનીટ થવા દો. હવે કણક માં થી મોટો લૂઓ લઈ મોટી પૂરી વણી તળી લો.ગરમાગરમ છોલે,ભટુરે, ઓનીયન ની સલાડ સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર