હોમ પેજ / રેસિપી / કોઈન મકાઈ રોટી સાથે ટામેટાં ની ચટણી

Photo of Coin Makki Roti with Tomato chutney by Rani Soni at BetterButter
815
2
0.0(0)
0

કોઈન મકાઈ રોટી સાથે ટામેટાં ની ચટણી

Jul-06-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોઈન મકાઈ રોટી સાથે ટામેટાં ની ચટણી રેસીપી વિશે

મકાઈ ના રોટલા ને કોઈન અેટલે કે નાની રોટી બનાઈ વચ્ચે ટામેટાં ની ચટણી મુકી છે.આ વાનગી ને આ રીતે રજૂ કરીયે તો કઈક નવું જ લાગે તો બનાવો અેકદમ સરળ વાનગી તમારા રસોડે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ મકાઈ નો લોટ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. ગરમ પાણી જરૂરમુજબ
  4. ટામેટા ચટણી માટે:
  5. ટામેટા - 2 નંગ સમારેલ
  6. 2 નંગ સમારેલ લીલા મરચાં
  7. 1 ઇંચ આદુ સમારેલ
  8. 1/4 ચમચી હળદર પાવડર
  9. 1/4 ચમચી ધાણા પાઉડર
  10. 1/8 ચમચી લાલ મરચા પાઉડર
  11. ¼ ચમચી જીરું
  12. 1 ચમચી તેલ
  13. મીઠું - સ્વાદ મુજબ
  14. 1 ચપટી હિંગ
  15. 1 ચમચી કોથમીર
  16. 10 નંગ સાંતળેલા લસણ
  17. 1 ચમચી ગોળ અથવા ખાંડ

સૂચનાઓ

  1. એક બાઉલ માં મકાઈ નો લોટ ,મીઠું જરુર મુજબ પાણી લઉ
  2. લોટ બાંધી લો
  3. તેમાં થી અેક મોટો રોટલો વણી રાઉન્ડ કટર થી ગોળ કાપી તવા ઉપય શેકી લો
  4. કોઈન મકાઈ ની રોટી તૈયાર છે
  5. ટમેટાં ની ચટણી બનાવવા:
  6. કઢાઈમાં તેલ ગરમ કરો
  7. હિંગ નાંખો
  8. જીરું નાંખો
  9. સમારેલ લીલા મરચાં, આદુ નાંખો
  10. ટમેટાં નાંખો ચઢી જાય પછી
  11. મીઠું નાંખો
  12. હળદર પાવડર, ધાણા પાઉડર, લાલ મરચા પાઉડર ઉમેરો
  13. ગોળ કે ખાંડ ઉમેરો અને સારી મિકસ કરો. .
  14. કોથમીર નાંખો
  15. ટમેટાં ની ચટણી તૈયાર છે
  16. પ્લેટિંગ માટે: કોઈન મકાઈ ની રોટી વચ્ચે ટમેટાં ની ચટણી મૂકી ઉપર બીજી મકાઈ ની રોટી મૂકી.
  17. સાંતળેલા લસણ સાથ પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર