હોમ પેજ / રેસિપી / મૂંગ દાળ તડકા

Photo of Moong Dal Tadka by Rani Soni at BetterButter
599
0
0.0(0)
0

મૂંગ દાળ તડકા

Jul-07-2018
Rani Soni
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મૂંગ દાળ તડકા રેસીપી વિશે

મૂંગ અેટલે કે મગ ની દાળ .આ દાળ અે જલદી બની જતી તેમજ આેછી સામગ્રી થી બની જતી દાળ છે.તમે આ દાળ ને રોજ ના ખાવા માં બનાઈ શકો છો.અહીં મે ડુંગળી- લસણ નો ઉપયોગ કરયો છે તમે સાદી રીતે પણ બનાઈ શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • ઉકાળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ બાફેલી મગ ની દાળ
  2. 1 મીડીયમ ટામેટું સમારેલું
  3. 1.મીડીયમ સમારેલી ડુંગળી
  4. 1 સમારેલું લીલું મરચું
  5. 1 નાનું સમારેલું આદું
  6. 3-4 કળી સમારેલ લસણ
  7. 2-3 નંગ સુકુ લાલ મરચુ
  8. 1/4 નાની ચમચી હીંગ
  9. 1 નાની ચમચી જીરું
  10. 1/2 નાની ચમચી હળદર
  11. 1/4 નાની ચમચી લાલ મરચું પાવડર
  12. જરૂર મુજબ સ્વાદ પ્રમાણે મીઠું
  13. 1 ચમચી કસુરી મેથી
  14. લીંબુ નો રસ 1 ચમચી
  15. 2 ચમચી ઘી
  16. કોથમીર 1 ચમચી

સૂચનાઓ

  1. એક પેન 2 ચમચી ઘી ગરમ થવા મુકવું.
  2. પછી તેમાં જીરું ,હીંગ નાખવી
  3. લીલું મરચું નાખવું
  4. સમારેલું આદું નાખવું
  5. ડુંગળી નાખવી
  6. ડુંગળી ને 2 મીનીટ સુધી થવા દેવી
  7. તેમાં ટામેટા નાખવા બરાબર મિક્ષ્ કરી તેમાં મીઠું નાંખવું
  8. બરાબર મિક્ષ્ કરી બાફેલી દાળ નાખવી.
  9. હળદર નાંખવી
  10. લીંબુ નો રસ નાંખવો
  11. કસુરી મેથી નાંખવી
  12. જરુર હોય તો પાણી નાંખવું
  13. બરાબર મિક્ષ ૨-૩ મીનીટ ઉકાળવી પછી ગેસ બંધ કરી દેવો
  14. બીજા વઘાર માટે એક નાની તપેલી માં ઘી ગરમ મુકવું
  15. ઘી થઇ જાય પછી તેમાં સુકુ લાલ મરચું, જીરું, તેમાં લસણ નાખવું લસણ ગોલ્ડન બ્રાઉન થાય પછી લાલ મરચું નાંખી
  16. વઘાર દાળ પર રેડવો
  17. કોથમીર નાંખવી
  18. ગરમા ગરમ રોટલી/ભાત સાથે પીરસવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર