હોમ પેજ / રેસિપી / વેજિટેબલ્સ નારિયેળ કરી

Photo of Vegetables In Coconut Curry by Divya Chetnani at BetterButter
401
3
0.0(0)
0

વેજિટેબલ્સ નારિયેળ કરી

Jul-07-2018
Divya Chetnani
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજિટેબલ્સ નારિયેળ કરી રેસીપી વિશે

જો તમે પંજાબી ગ્રેવી થી કંટાળી ગયા હોય તો હવે બનાવો નારીયેળની ગ્રેવી....

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૧ મિડીયમ સાઈઝ નો ફ્લાવર
  2. ૧ કપ વટાણા
  3. ૧ બટાકું
  4. ૧ કાંદો
  5. અડધું નારિયેળ
  6. ૧ કપ સમારેલા ધાણા
  7. ૪ લીલા મરચાં
  8. ૪ કળી લસણ
  9. ૧/૨ નાની ચમચી લાલ મરચા પાઉડર
  10. ૧/૨ નાની ચમચી હળદર પાઉડર
  11. ૧/૨ નાની ચમચી ધાણા જીરું પાઉડર
  12. ૧/૨ નાની ચમચી ગરમ મસાલો
  13. સ્વાદ અનુસાર મીઠુ
  14. ૪ મોટા ચમચા તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ ફ્લાવર વટાણા અને બટાકાના ટુકડા કરી ૧૦ મિનિટ તપેલી માં બાફી લેવા.
  2. હવે મિક્સર ના બોઉલ માં ટુકડા 4 લીલા મરચા લસણ ની કળી અને 1 કપ લીલા ધાણા નાંખી દરદરૂ વાટી નાખો.
  3. એક કડાઈમાં ચાર ચમચા તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સમારેલી ડુંગરી નાખવા.
  4. ડુંગળી બેથી ત્રણ મિનિટ સાંતળી હવે ધાણા અને નારિયેળનું મિશ્રણ નાખો.
  5. હવે મિશ્રણને પાંચ મિનિટ હલાવો જ્યાં સુધી સાઇડ પરથી તેલ નીકળી આવે.
  6. ગેસ ને મધ્યમ તાપે રાખવો હવે મિશ્રણમાં લાલ મરચાં સૂકા ધાણા હળદર અને મીઠું નાખી મિક્સ કરો.
  7. હવે બાફેલા વટાણા અને બટાકા નાખી આખી ગ્રેવી મિક્સ કરો.
  8. ૧/૨ કપ પાણી નાખી મિક્સ કરવું.
  9. હવે દસ મિનિટ ઢાંકણ નાખી એને ચઢવા દો જ્યાં સુધી બટકું બરાબર એકરસ ના થઇ જાય.
  10. છેલ્લે હવે ગરમ મસાલો અથવા કિચન પાઉડર નાખી બરાબર મિક્સ કરો.
  11. ગરમા ગરમ રોટલી કે પુરી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર