હોમ પેજ / રેસિપી / પનીર દિલબરા

Photo of Paneer Dilbara by Rani Soni at BetterButter
472
0
0.0(0)
0

પનીર દિલબરા

Jul-07-2018
Rani Soni
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર દિલબરા રેસીપી વિશે

પનીરની સબ્જી દરેક ઘરમાં ઘણી જુદી -જુદી રીતોથી બનાવવામાં આવે છે . કોઈક જ હશે જેને પનીર પસંદ ન હોય.આ રેસીપી મારી પોતાની રીત થી બનાવેલ છે .દિલ આકાર ની રોટી બનાઈ પનીર ની ગ્રેવી સાથે સર્વ કરયુ છે અેટલે મે દિલબરા નામ આપ્યું છે.સાથે કઈક અલગ કરવા દ્રાક્ષ, દાડમ નો ઉપયોગ કરયો છે. લંચ હોય કે ડિનર આ વાનગી બનાવશો ચોકકસ બધા ને જરુર થી પંસદ આવશે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • સાંતળવું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 ચમચી બટર
  2. 2 ચમચી તેલ
  3. 1 મોટી ડુંગળી
  4. 2 ટામેટા
  5. 1 ચમચી આદુ લસણ પેસ્ટ
  6. 1 લીલુ મરચું
  7. 5-6 કાજુ
  8. 1 તજપાન
  9. 1/2 ચમચી હળદર
  10. 1 ચમચી મરચું પાવડર
  11. 1 ચમચી ધાણા પાવડર
  12. સ્વાદ મુજબ મીઠું
  13. 2 ચમચી મલાઈ
  14. 2 ચમચી પનીર છીણેલું
  15. 1/2 ચમચી ગરમ મસાલા
  16. 1 ચમચી કસુરી મેથી
  17. ગાર્નીશ માટે :
  18. લીલી દ્રાક્ષ 2 ચમચી
  19. 1 ચમચી દાડમ
  20. 1 ચમચી પનીર ક્યુબ્સ (ગરમ પાણી માં પલાળેલ)
  21. 4 દિલ આકાર રોટી
  22. 4 ડુંગળીના રિંગ્સ
  23. 1 ચમચી કોથમીર

સૂચનાઓ

  1. અેક પેન માં બટર નાંખો
  2. ડુંગળી ઉમેરો
  3. આદુ-લસણ ઉમેરો
  4.  ટામેટાં અને કાજુ ઉમેરો અને 5 મિનિટ ઢાંકી દો
  5. ગેસ બંધ કરી ઠંડુ કરો
  6. જ્યારે સંપૂર્ણપણે ઠંડુ થાય અેટલે લીલા મરચાં ઉમેરી કોઈ પણ પાણી વિના પેસ્ટ બનાવો.
  7. હવે પેન માં તેલ ઉમેરીને તેજપતા ઉમેરો બનાવેલ પેસ્ટ ઉમેરો
  8. હળદર અને મરચું પાવડર ઉમેરો
  9. ધાણા પાઉડર, મીઠું ઉમેરો
  10. મલાઈ ઍડ કરી મિક્સ કરો
  11. ગરમ મસાલા અને કસુરી મેથી ઉમેરો
  12. છીણેલુ પનીર ઉમેરો મિકસ કરો.ગેસ બંધ કરો.
  13. પ્લેટમાં ગ્રેવી લો
  14. ગાર્નીશ માટે દ્રાક્ષ, દાડમ ,પનીર ક્યુબ્સ, દિલ આકાર રોટી, ડુંગળીના રિંગ્સ, કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર