પાપડ ની સબ્જી | Papad Ni Sabji Recipe in Gujarati

ના દ્વારા Hetal Sevalia  |  7th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Papad Ni Sabji by Hetal Sevalia at BetterButter
પાપડ ની સબ્જીby Hetal Sevalia
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    2

    લોકો

8

0

પાપડ ની સબ્જી વાનગીઓ

પાપડ ની સબ્જી Ingredients to make ( Ingredients to make Papad Ni Sabji Recipe in Gujarati )

  • 2 શેકેલા પાપડ
  • 1 વાડકી દહીં
  • 1/2 ગ્લાસ પાણી
  • 3 ચમચી તેલ
  • 1 નાની ડુંગળી બારીક સમારેલી
  • 1 નાની ચમચી આદું-લસણની પેસ્ટ
  • 1/2 નાની ચમચી લાલ મરચુ
  • 1/4 નાનું ચમચી હળદર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1/2 નાની ચમચી ધાણાજીરું
  • 1/4 નાની ચમચી કસૂરી મેથી
  • મીઠું સ્વાદ અનુસાર
  • કોથમીર જરૂર મુજબ
  • 1/4 રાઈ
  • 1/4 જીરું
  • મીઠા લીમડાના પાન ૫-૬

How to make પાપડ ની સબ્જી

  1. સૌપ્રથમ શેકેલા પાપડ ના મિડીયમ ટુકડા કરી લો. હવે એક કઢાઈમાં તેલ મૂકી તેમાં રાઈ,જીરું, હીગ,લીમડો ઉમેરી વઘાર કરો.
  2. તેમાં ડુંગળી ઉમેરી સાતળો.ડુંગળી ગોલ્ડન થાય એટલે બધા મસાલા નાખી 2 મિનીટ સાતળી લો.ત્યારબાદ દહીં ઉમેરી તેલ છૂટે ત્યાં સુધી સાતળો.પછી પાણી ઉમેરી એક ઉભરો આવે ત્યાં સુધી ચઢવો.
  3. હવે તેમાં પાપડ ના ટુકડા મિક્સ કરો. ઢાકીને ધીમા તાપે 2 થી 3 મિનિટ સુધી થવા દો. લચકા જેવી સબ્જી રાખવી. ઉપરથી કોથમીર ભભરાવી ગરમાગરમ સવૅ કરો.

Reviews for Papad Ni Sabji Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો