હોમ પેજ / રેસિપી / દાળ મખાની અને તંદુરી રોટી

Photo of Dal makkjani with tandoori roti by Divya Chetnani at BetterButter
875
2
0.0(0)
0

દાળ મખાની અને તંદુરી રોટી

Jul-08-2018
Divya Chetnani
30 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળ મખાની અને તંદુરી રોટી રેસીપી વિશે

હવે ઘર પર બનાવો ઝટપટ હોટલ જેવી દાળ અને કડક તંદુરી રોટી

રેસીપી ટૈગ

  • વેજ
  • પંજાબી
  • બાફવું
  • સાંતળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ૧ કપ કાળી અડદની દાળ
  2. ૧/૨ કપ રાજમાં
  3. ૧ કાંદો
  4. ૩ ટામેટા ની પ્યુરી
  5. ૧ ચમચી લસણ ની પેસ્ટ
  6. ૩ લીલા મરચાં ની પેસ્ટ
  7. ૧/૨ ચમચી લાલ મરચાનો પાવડર
  8. ૧ ચમચી ધાણા પાઉડર
  9. ૧/૨ હળદર
  10. ૧/૨ ગરમ મસાલો
  11. ૧/૨ ચમચી મીઠુ
  12. ૨-૩ ફૂલ ચકરી
  13. ૧ તેજ પત્તા
  14. ૧ દાલચીની નો ટુકડો
  15. ૨ કપ મેંદો
  16. ૧ ચમચી ખાંડ
  17. ૧/૨ ચમચી બેકિંગ પાઉડર
  18. ૨ ચમચી માખણ
  19. ૧/૨ ચમચી મીઠું
  20. ૧/૨ કપ પાણી
  21. ૧/૨ કપ મિક્સ સમારેલા ધાણા, ફૂદીનો અને કસુરી મેથી

સૂચનાઓ

  1. ૧ કપ અડદની દાળ ને છ થી આઠ કલાક પાણીમાં બોળી રાખો. રાજમા અલગથી બોળવા.
  2. હવે દાળ અને રાજમાને પાણીથી ધોઈ કૂકર માં 6 થી 10 સીટી લગાવો. દાળ અને રાજમાં સાથે બેથી ત્રણ ફૂટ ચકરી અને એક દાલચીની નો ટુકડો અને સ્વાદ અનુસાર મીઠું નાખવું.
  3. એક કડાઈમાં ચાર ચમચા તેલ અને બે ચમચા ઘી નાખો તેમાં લસણ અને મરચાની પેસ્ટ નાખો.
  4. બે મિનીટ સાંતળીને તેમાં ઝીણા સમારેલા કાંદા નાખો.
  5. હવે કાંદા ગુલાબી થાય એટલે તેમાં અડધી ચમચી લાલ મરચુ પાઉડર,અડધી ચમચી હળદર, એક ચમચી સૂકા ધાણા પાઉડર, અડધી ચમચી ગરમ મસાલો નાખી મિક્સ કરવું.
  6. હવે ત્રણ ટામેટાની પ્યુરી નાખવી. બેથી પાંચ મિનિટ મધ્યમ તાપે રાખવો જ્યાં સુધી ટામેટાનો પાણી સુકાઈ જાય.
  7. સ્વાદ અનુસાર મીઠું નાખી. અડધો કપ જેટલું પાણી નાખવું.
  8. બાફેલી દાળને એકથી બે વાર ગ્રાઇન્ડરથી મિક્સ કરવું જેથી દાળ અને રાજમા બરાબર મિક્સ થઇ જાય
  9. ટામેટાની ગ્રેવી ને દાળમાં નાખવો અને બરાબર મિક્સ કરવું.
  10. હવે ચાર ચમચા મલાઈ ના નાખવા.
  11. દસથી પંદર મિનિટ ધીમા તાપે દાળને હલવો.
  12. તંદુરી રોટી માટે બે કપ મેદો લઈ તેમાં એક ચમચી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, અડધો ચમચો બેકિંગ પાઉડર, અને બે ચમચા માખણ ના નાખવા,
  13. ધીમે ધીમે પાણી નાખીને મિક્સ કરવું અને નરમ લોટ બનાવવો.
  14. હવે આ લોટ ની ઉપર એક ભીનો રૂમાલ નાખી 30 મિનિટ સાઈટ પર રહેવા દેવું.
  15. હવે લોટનો એક નાનો લુઓ લઇ એને મેદાના લોટમાં બોળી. ધીમે-ધીમે હળવે હાથે ને ફેલાવો. જરૂર પડે તો વેલણ વાપરવું.
  16. હવે એક બાજુ પાણી લગાવો અને લોખંડના પર જે બાજુ હોય તે બાજુ તવા પર નાખો.
  17. હવે તવા પર રોટલી ને ધીમે ધીમે દબાવો અને તેની ઉપર ધાણા ફુદીનો અને કસૂરી મેથી છાંટો અને તેને પાછા દબાવો જેથી રોટલી તવા પર ચીપકી જાય.
  18. જેમ રોટલી થોડી થોડી ફુલાઈ એટલે તેને ગેસ પર ઊંધો કરો અને થોડા ઉપર પકડો જેથી ગેસના તાપથી રોટલી નો ઉપર નો ભાગ શેકાઈ જાય.
  19. હવે બટર કે ચીઝ નાખીને ગરમ ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર