હોમ પેજ / રેસિપી / મેક્સિકન પુલાવ

Photo of Maxican Rice by Divya Chetnani at BetterButter
840
4
0.0(0)
0

મેક્સિકન પુલાવ

Jul-09-2018
Divya Chetnani
30 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેક્સિકન પુલાવ રેસીપી વિશે

સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મેક્સિકન ડીશ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • મેક્સિકન
  • સ્ટર ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • સાઈડ ડીશેસ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ કપ રાંધેલા ચોખા
  2. ૨ સમારેલા કાંદા
  3. ૩ ટામેટાં ની પ્યુરી
  4. ૪ ચમચા ટોમેટો સોસ
  5. ૧ ચમચી સમારેલી લસણ(૫-૬ કળી)
  6. ૧/૨ કપ શિમલા મરચાં લાંબા સમારેલાં
  7. ૧/૨ કપ પનીર ના ટુકડા
  8. ૧/૨ કપ મશરૂમ સમારેલું
  9. ૧/૨ કપ મકાઈ ના દાણા બાફેલા
  10. ૧ નાની ચમચી મેંદો
  11. ૧/૨ કપ દૂધ
  12. ૩ ચમચા માખણ
  13. ૧/૨ નાની ચમચી ઓરેગાનો
  14. ૨-૩ નાની ચમચી ચીલી ફ્લેક્સ
  15. ૧ ચીઝ ક્યૂબ

સૂચનાઓ

  1. વ્હાઇટ સોસ માટે એક પેનમાં ૧ ચમચી બટર અને ૧/૨ ચમચો તેલ નાખી ૧ ચમચો મેંદો નાખો અને બરાબર મિક્સ કરો.
  2. હવે તેમાં ૧/૨ કપ દૂધ નાખીને બરાબર મિક્સ કરો. ધીમા તાપ પર તેને ૩-૫ મિનિટ હલાવતા રહો જ્યાં સુધી તે ઘટ્ટ થાય.
  3. બીજા પેનમાં ૨ ચમચા બટર નાખો અને ૨ ચમચા તેલ નાખો.
  4. હવે તેમાં ઝીણું સમારેલું લસણ નાખી તેમા ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખો.
  5. ૨ મિનિટ બરાબર મસાલા ને સાંતળો અને તેમાં ઝીણા સમારેલી ડુંગળી નાખો. અને મીક્સ કરો.
  6. હવે ટામેટાની પ્યુરી નાખી બરાબર મિક્સ કરો.
  7. મધ્યમ તાપે ટામેટા નું પાણી શોષાઈ જાય ત્યાં સુધી એને સાંતળો.
  8. હવે ટોમેટો સોસ નાખી મિકસ કરો.
  9. હવે તૈયાર ગ્રેવીમાં કાપેલાં શિમલા મરચાં, મશરૂમ, બાફેલા મકાઈના દાણા અને પનીર ના ટુકડા નાખી મિક્સ કરો.
  10. જરૂર પડે તો ૪ થી ૫ ચમચા પાણી ઉમેરો.
  11. હવે જે પહેલા વ્હાઇટ સોસ બનાવ્યો હતો તે આ મિશ્રણમાં નાંખો અને બરાબર મિક્સ કરી ૨ મિનિટ સુધી મધ્યમ તાપે ચઢવાદો.
  12. હવે રાંધેલા ચોખા નાખી બરાબર મિક્સ કરો અને એક ઢાંકણ ઉપરથી ઢાંકીને ૫ મિનિટ મધ્યમ તાપે રહેવા દો.
  13. હવે છેલ્લે ચીઝ છીણીને બરાબર મિક્સ કરો અને ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર