Open in app

મેક્સિકન પુલાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Divya Chetnani9th Jul 2018

Maxican Rice ના વિશે

Ingredients to make Maxican Rice in gujarati

  • ૨ કપ રાંધેલા ચોખા
  • ૨ સમારેલા કાંદા
  • ૩ ટામેટાં ની પ્યુરી
  • ૪ ચમચા ટોમેટો સોસ
  • ૧ ચમચી સમારેલી લસણ(૫-૬ કળી)
  • ૧/૨ કપ શિમલા મરચાં લાંબા સમારેલાં
  • ૧/૨ કપ પનીર ના ટુકડા
  • ૧/૨ કપ મશરૂમ સમારેલું
  • ૧/૨ કપ મકાઈ ના દાણા બાફેલા
  • ૧ નાની ચમચી મેંદો
  • ૧/૨ કપ દૂધ
  • ૩ ચમચા માખણ
  • ૧/૨ નાની ચમચી ઓરેગાનો
  • ૨-૩ નાની ચમચી ચીલી ફ્લેક્સ
  • ૧ ચીઝ ક્યૂબ

How to make Maxican Rice in gujarati

  1. વ્હાઇટ સોસ માટે એક પેનમાં ૧ ચમચી બટર અને ૧/૨ ચમચો તેલ નાખી ૧ ચમચો મેંદો નાખો અને બરાબર મિક્સ કરો.
  2. હવે તેમાં ૧/૨ કપ દૂધ નાખીને બરાબર મિક્સ કરો. ધીમા તાપ પર તેને ૩-૫ મિનિટ હલાવતા રહો જ્યાં સુધી તે ઘટ્ટ થાય.
  3. બીજા પેનમાં ૨ ચમચા બટર નાખો અને ૨ ચમચા તેલ નાખો.
  4. હવે તેમાં ઝીણું સમારેલું લસણ નાખી તેમા ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખો.
  5. ૨ મિનિટ બરાબર મસાલા ને સાંતળો અને તેમાં ઝીણા સમારેલી ડુંગળી નાખો. અને મીક્સ કરો.
  6. હવે ટામેટાની પ્યુરી નાખી બરાબર મિક્સ કરો.
  7. મધ્યમ તાપે ટામેટા નું પાણી શોષાઈ જાય ત્યાં સુધી એને સાંતળો.
  8. હવે ટોમેટો સોસ નાખી મિકસ કરો.
  9. હવે તૈયાર ગ્રેવીમાં કાપેલાં શિમલા મરચાં, મશરૂમ, બાફેલા મકાઈના દાણા અને પનીર ના ટુકડા નાખી મિક્સ કરો.
  10. જરૂર પડે તો ૪ થી ૫ ચમચા પાણી ઉમેરો.
  11. હવે જે પહેલા વ્હાઇટ સોસ બનાવ્યો હતો તે આ મિશ્રણમાં નાંખો અને બરાબર મિક્સ કરી ૨ મિનિટ સુધી મધ્યમ તાપે ચઢવાદો.
  12. હવે રાંધેલા ચોખા નાખી બરાબર મિક્સ કરો અને એક ઢાંકણ ઉપરથી ઢાંકીને ૫ મિનિટ મધ્યમ તાપે રહેવા દો.
  13. હવે છેલ્લે ચીઝ છીણીને બરાબર મિક્સ કરો અને ગરમાગરમ પીરસો.

Reviews for Maxican Rice in gujarati (0)

No reviews yet.

Recipes similar to Maxican Rice in gujarati

  • પુલાવ

    3 likes
  • પુલાવ

    21 likes
  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • મસૂર પુલાવ

    3 likes