હોમ પેજ / રેસિપી / કાજુ મખાના કરી વીથ ચીઝ ગાલિક નાન

Photo of Kaju makhana kari with chesse garlic naan by Hetal Sevalia at BetterButter
646
2
0.0(0)
0

કાજુ મખાના કરી વીથ ચીઝ ગાલિક નાન

Jul-09-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ મખાના કરી વીથ ચીઝ ગાલિક નાન રેસીપી વિશે

મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટિક આહાર છે. આ રેસિપી ટેસ્ટી ની સાથે તેનો ટેસ્ટ પણ બિલકુલ રેસ્ટોરન્ટ જેવો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 3

  1. 2 કપ મખાના
  2. 2 ડુંગળી બારીક સમારેલી
  3. 3 ટામેટા સમારેલા
  4. 25 થી 30 નંગ કાજુ
  5. 1.5 ચમચી ધાણાજીરું
  6. 1 ચમચી આદું-લસણની પેસ્ટ
  7. 1/2 ચમચી જીરું પાવડર
  8. 1/2 ચમચી હળદર
  9. 3/4 ચમચી લાલમરચુ
  10. 1/2 ચમચી ગરમ મસાલો
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1/2 કપ ક્રિમ
  13. કોથમીર જરૂર મુજબ
  14. ચીઝ ગાલિક નાન:
  15. 2 કપ મેંદો
  16. 1/2 ચમચી મીઠું
  17. 1/4 ચમચી ખાંડ
  18. 1/4 ચમચી બેકિંગ પાવડર
  19. 2 ટેબલ સ્પૂન તેલ
  20. દૂધ જરૂર મુજબ
  21. ચીઝ ની છીણ જરૂર મુજબ
  22. બારીક સમારેલ લસણ જરૂર મુજબ
  23. કોથમીર જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ નાન માટે ની સામગ્રી ભેગી કરી દૂધ થી સોફટ કણક બાધો. 5 મિનિટ સુધી મસળીને ઢાંકી દો.15 મિનિટ રેસ્ટ આપ્યા બાદ લૂઆ પાડી તેને પણ ઢાંકી ને 15 મિનિટ રેસ્ટ આપો. હવે એક લૂઓ લઈને થોડો થેપીને અંદર ચીઝની છીણ સ્ટફ્ડ કરો.ફરી થી લૂઓ બનાવી ચપટો કરી તેના પર લસણ અને કોથમીર દબાવીને લંબગોળ વણી લો. વણતી વખતે બહુ અટામણ ન વાપરવું. તેલનો ઉપયોગ બિલકુલ ના કરવો. નાન ઉઠાવી કોથમીર ના પાછળ ના ભાગ પર પાણી લગાવી તાવી પર ચોટાડી દો.ફાસ્ટ ગેસ કરી 2 મિનિટ રાખી તાવી ગેસ પર ઉધી કરી શેકી લો.તાવી પરથી ઉતારી બટર લગાવી સવૅ કરો.
  2. સૌપ્રથમ એક કઢાઈમાં થોડું ઘી મૂકી મખાના શેકી લો. ક્રિસ્પી શેકવા. ત્યારબાદ કાજુને થોડા પાણી માં પલાળી દો.20 મિનિટ પલાળવા. એક કઢાઈમાં તેલ લઈ તેમા ડુંગળી સાતળી લો.ગુલાબી રંગની થાય એટલે લસણ આદું ની પેસ્ટ 2 મિનિટ સુધી સાતળો. ટામેટાં ઉમેરો. મીઠું ઉમેરો. સાતળી ને એકદમ સોફટ કરવા. હવે તેમાં હળદર, ધાણાજીરું, લાલમરચુ, જીરુઉમેરીં તેલ છૂટે ત્યાં સુધી સાતળી લો.બિલકુલ ઠંડું કરી લો.ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરી પીસી લો અને ગાળી લો. હવે ગ્રેવી ને કઢાઈમાં લઈ ઉકાળો. ઉકળવા માડે એટલે તેમાં પાણી સાથે જ કાજુ ઉમેરી ઢાંકી ને 10 મિનિટ થવા દો.હવે તેમાં ગરમ મસાલો અને ક્રિમ ઉમેરો. મખાના ઉમેરી 5 થી 7 મિનિટ થવા દો.કોથમીર ભભરાવી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર