હોમ પેજ / રેસિપી / ફરાળી પૂરી સાથે સૂકીભાજી

Photo of Farari puri with sukibhaji by Devi Amlani at BetterButter
450
1
0.0(0)
0

ફરાળી પૂરી સાથે સૂકીભાજી

Jul-09-2018
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફરાળી પૂરી સાથે સૂકીભાજી રેસીપી વિશે

જયારે પણ અપવાશ કે અગિયારસ હોય તો લંચ અથવા તો ડિનર માટે આ ફરાળી પૂરી સાથે સૂકીભાજી લઈ શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • તળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ રાજગરા નો લોટ
  2. 4 નંગ બટેટા
  3. 1 નંગ લીલુ મરચુ
  4. 1 નંગ આદુ
  5. 1 ડાળ લીમડો
  6. 1 ચમચી લાલ મરચુ પાવડર
  7. 1 ચમચી ધાણાભાજી
  8. સવાદ પ્રમાણે નમક
  9. તળવા માટે તેલ
  10. પાણી જરૂર મુજબ
  11. 1 ચમચી જીરુ

સૂચનાઓ

  1. તેના માટે એક બાઉલમાં રાજગરાનો લોટ લઈ આ તેલ નાખી પાણી નાખી લોટ બાંધવો
  2. હવે તેની એક મોટી રોટલી બનાવી અને ત્યારબાદ નાની નાની પૂરી બનાવશુ
  3. હવે પુરીને તળી એક બાજુ રાખી લેશો અને ત્યારબાદ સુકીભાજી બનાવશો
  4. સુકી ભાજી બનાવવા માટે ૪ નંગ બટાકા બાફી લેશો
  5. હવે બટેટા ને કાપી ને એક બાજુ રાખવુ તેમજ આદુ અને મરચાની પણ સુધારીને એકબાજુ રાખશો
  6. સૌપ્રથમ ગેસ ચાલુ કરી એક નોન-સ્ટીક પેનમાં 2 ચમચી તેલ લો અને તેમાં એક ચમચી જીરૂં ઉમેરો
  7. ત્યારબાદ તેમાં સમારેલા બટાકા આદુ-મરચા ધાણા ભાજી નાખીને હલાવો
  8. હવે તેમાં લાલ મરચું પાઉડર મીઠું નાખીને હલાવો અને સૌથી છેલ્લે તેમાં એક ચમચી લીંબૂનો રસ નાખવો
  9. આ રીતે સૂકી ભાજી અને રાજગરાના લોટની ફરાળી પુરી તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર