હોમ પેજ / રેસિપી / પનીર ભુરજી

Photo of Paneer Bhurji by Bharti Khatri at BetterButter
762
5
0.0(0)
0

પનીર ભુરજી

Jul-09-2018
Bharti Khatri
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર ભુરજી રેસીપી વિશે

પનીર ભુરજી એક પંજાબી વાનગી છે. તે પનીર અને મલાઈ ને ઉપયોગ કરી ને ટેસ્ટી અને લાજવાબ વાનગી તૈયાર થાય છે અને તે નાના થી મોટા સૌને ભાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૩ ડુંગળી
  3. 2 ટામેટા
  4. ૧૦૦ ગ્રામ મગજતરી નાં બી
  5. ૧/૨ કપ ઝીણી સમારેલી કોથમીર
  6. ૩ થી ૪ લવિંગ
  7. ૯ થી ૧૦ મરી
  8. ૨ નાના ટુકડા તજ
  9. ૧ ચમચી લાલ મરચુ પાઉડર
  10. ૧/૨ ચમચી હળદર
  11. ૧/૨ ચમચી ગરમ મસાલો
  12. ૨ લીલા મરચા
  13. ૭ થી ૮ કળી લસણ
  14. ૧ ટુકડો આદુ
  15. તેલ પ્રમાણસર
  16. ૧/૪ ચમચી જાયફળ નો ભૂકો
  17. મીઠુ સ્વાદ મુજબ
  18. ૨ ચમચા મલાઈ

સૂચનાઓ

  1. પહેલા તજ ,લવિંગ, મરી ખાયની મા વાટવા અને તેમાજ લસણ, લીલા મરચા અને આદુ વાટવુ. આપ મિક્સર મા પણ પીસી શકો છો.
  2. મગજતરી ના બી પણ મિક્સર મા પીસી લેવા.
  3. હવે કડાઈ મા તેલ ગરમ કરી તેમા ડુંગળી ને મિક્સર મા વાટી ને સેકવી.
  4. ડુંગળી થોડી લાલાશ પડતી શેકાય અને તેલ છૂટે એટલે તજ ,લવિંગ, મરી, લીલા મરચા, આદુ અને લસણ નાખી ને શેકવુ.
  5. હવે મગજતરી ના બી અને ટામેટા મિક્સર મા પીસીને શેકવુ.
  6. હવે તેમા લાલ મરચુ પાઉડર, હળદર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો અને સ્વાદમુજબ મીંઠુ નાખવુ અને બધો મસાલો બરાબર મિક્સ કરવો.
  7. હવે બરાબર શેકાય જાય એટલે મલાઈ ઉમેરી ને શેકવુ.
  8. હવે તેમા અડધો ગ્લાસ પાણી નાખીને ઉકળવા દેવુ.
  9. હવે તેમા છીણેલુ પનીર ઉમેરી મિક્સ કરવુ.
  10. હવે થોડી વાર ઉકળવા દેવુ જ્યા સુધી તેમાનુ બધુ પાણી બળી જાય અને થોડુ ઘટ્ટ થઇ જાય.
  11. હવે તેમા જાયફળ નો ભુકો, કોથમીર ઝીણી કાપી ધોઇ ને ગરમા ગરમ પનીર ભુરજી મા મિક્સ કરી પરોઠા સાથે પીરસવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર