હોમ પેજ / રેસિપી / રસાવાળું બટાકા નું શાક અને મસાલા પૂરી

Photo of Rasal Potato and Masala puri by Dipika Ranapara at BetterButter
1030
0
0.0(0)
0

રસાવાળું બટાકા નું શાક અને મસાલા પૂરી

Jul-09-2018
Dipika Ranapara
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસાવાળું બટાકા નું શાક અને મસાલા પૂરી રેસીપી વિશે

રસા વાળા બટાકા નુ શાક અને મસાલા પૂરી એ સૌ નુ ફેવરીટ ભોજન છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 5 બાફેલા બટાકા ચોરસ કાપેલા
  2. 3ચમચા તેલ
  3. 1ચમચી રાઇ
  4. 1ચમચી જીરું
  5. 1/4ચમચી હીંગ
  6. 1ચમચી લાલ મરચું
  7. મીઠું પ્રમાણસર
  8. 1ચમચી ધાણાજીરુ
  9. 1/2ચમચી હળદર
  10. 1ચમચી કીચનકીંગ ગરમ મસાલો
  11. ઝીણી સમારેલી કોથમીર
  12. 1ગ્લાસ પાણી
  13. 1ચમચી ખાંડ
  14. 1/2ચમચી લીંબુનો રસ
  15. *મસાલા પૂરી માટે ની સામગ્રી
  16. 3 કપ ઘઉ નો લોટ
  17. 1ચમચી લાલ મરચું
  18. 1ચમચી અજમો
  19. 1/2ચમચી હળદર
  20. 3ચમચા તેલ મોણ માટે
  21. 1,1/2 કપ પાણી

સૂચનાઓ

  1. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ તતડાવી., જીરું નાખો અને હિંગ નાખો
  2. તરતજ બાફેલા બટાકા ના ટૂકડા નાખી બરાબર હલાવી લો .
  3. મીઠું સ્વાદ અનુસાર, મરચું , ધાણાજીરુ અને હળદર નાખી બરાબર હલાવી લો અને પાણી રેડીને હલાવી લો અને ઢાંકી 4 -5 મીનીટ ખદખદવા દો.
  4. ખાંડ, લીંબુ નો રસ નાખી બરાબર હલાવી લો .
  5. ગરમ મસાલો ઉમેરી હલાવી લો.
  6. ઝીણી સમારેલી કોથમીર થી સજાવો.
  7. મસાલા પૂરી:
  8. ઘઉ ના લોટ મા મોણ, મીઠું પ્રમાણસર,હળદર,લાલ મરચું, અજમો અને પાણી નાખી લોટ ગૂંથી લો.
  9. પૂરી વણી ગરમ તેલ માં તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર