હોમ પેજ / રેસિપી / વેજીટેબલ બિરયાની

Photo of Vegetable Biryani by Smruti Rana at BetterButter
737
6
0.0(0)
0

વેજીટેબલ બિરયાની

Jul-09-2018
Smruti Rana
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ બિરયાની રેસીપી વિશે

કંઈક હળવું ખાવા ઈચ્છો છો તો ફટાફટ અને સ્વાદિષ્ટ વેજીટેબલ બિરયાની બનાવી લો. આ બનાવવામાં ખૂબ જ સરળ છે અને ઝટપટ બની પણ જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ બ્રાઉન બાસમતી રાઈસ
  2. 1 કપ મિક્સ શાકભાજી
  3. 150 ગ્રામ લીલા વટાણા
  4. 3 ડુંગળી ઝીણી સમારેલી
  5. 4 નંગ ટમેટા ઝીણા સમારેલા
  6. 4 લીલા મરચાં ઝીણા સમારેલા
  7. 1 ટી.સ્પૂન લાલ મરચાનો પાવડર
  8. 2 ટી.સ્પૂન શાહજીરુ
  9. 4 નંગ લવિંગ
  10. 1/2 ટી.સ્પૂન કાળા મરીનો પાવડર
  11. 1/2 કપ દહીં
  12. 4 ટે.સ્પૂન વેજીટેબલ તેલ
  13. 1/2 ટી.સ્પૂન રાઈ
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. 1 નાનો ટુકડો તજ

સૂચનાઓ

  1. સૌ પહેલા ચોખાને બરાબર ધોઈ લો. 3 1/2 કપ પાણી ઉમેરો અને થોડું મીઠું નાખી પ્રેશર કુકરમાં બાફી લો.
  2. બધા જ શાકભાજીને નાના ટુકડામાં સમારી દરેકને અલગ અલગ તેલમાં તળી લો. લીલા વટાણાને પણ શેકી લો. હવે બાકી રહેલા તેલમાં રાઈ, લીલા મરચાં, તજ, શાહજીરુ, લવિંગ, મરીનો પાવડર ઉમેરીને 1/2 મિનીટ સુધી સાંતળો.
  3. પછી તેમાં ડુંગળી ઉમેરો અને તે થોડી બ્રાઉન રંગ ની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં મીઠું અને લાલ મરચાનો પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો તેમાં ઝીણા સમારેલા ટમેટા ઉમેરો.
  4. તેમાં દહીં ઉમેરીને બરાબર મિક્સ કરો. 10 સેકન્ડ સુધી ગરમ કરો. તેમાં તળેલા શાકભાજી ઉમેરો અને બાફેલા રાઈસ ઉમેરો તેને હળવા હાથે મિક્સ કરો જેથી ચોખાના દાણા ભાંગી ન જાય પછી 3 મિનીટ સુધી ચઢવો.
  5. કોથમીર થી સજાવી ને વેજીટેબલ બિરયાની દહીં કે કાઢી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર