Open in app

વેજીટેબલ બિરયાની

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Smruti Rana9th Jul 2018

Vegetable Biryani ના વિશે

Ingredients to make Vegetable Biryani in gujarati

  • 2 કપ બ્રાઉન બાસમતી રાઈસ
  • 1 કપ મિક્સ શાકભાજી
  • 150 ગ્રામ લીલા વટાણા
  • 3 ડુંગળી ઝીણી સમારેલી
  • 4 નંગ ટમેટા ઝીણા સમારેલા
  • 4 લીલા મરચાં ઝીણા સમારેલા
  • 1 ટી.સ્પૂન લાલ મરચાનો પાવડર
  • 2 ટી.સ્પૂન શાહજીરુ
  • 4 નંગ લવિંગ
  • 1/2 ટી.સ્પૂન કાળા મરીનો પાવડર
  • 1/2 કપ દહીં
  • 4 ટે.સ્પૂન વેજીટેબલ તેલ
  • 1/2 ટી.સ્પૂન રાઈ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 નાનો ટુકડો તજ

How to make Vegetable Biryani in gujarati

  1. સૌ પહેલા ચોખાને બરાબર ધોઈ લો. 3 1/2 કપ પાણી ઉમેરો અને થોડું મીઠું નાખી પ્રેશર કુકરમાં બાફી લો.
  2. બધા જ શાકભાજીને નાના ટુકડામાં સમારી દરેકને અલગ અલગ તેલમાં તળી લો. લીલા વટાણાને પણ શેકી લો. હવે બાકી રહેલા તેલમાં રાઈ, લીલા મરચાં, તજ, શાહજીરુ, લવિંગ, મરીનો પાવડર ઉમેરીને 1/2 મિનીટ સુધી સાંતળો.
  3. પછી તેમાં ડુંગળી ઉમેરો અને તે થોડી બ્રાઉન રંગ ની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં મીઠું અને લાલ મરચાનો પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો તેમાં ઝીણા સમારેલા ટમેટા ઉમેરો.
  4. તેમાં દહીં ઉમેરીને બરાબર મિક્સ કરો. 10 સેકન્ડ સુધી ગરમ કરો. તેમાં તળેલા શાકભાજી ઉમેરો અને બાફેલા રાઈસ ઉમેરો તેને હળવા હાથે મિક્સ કરો જેથી ચોખાના દાણા ભાંગી ન જાય પછી 3 મિનીટ સુધી ચઢવો.
  5. કોથમીર થી સજાવી ને વેજીટેબલ બિરયાની દહીં કે કાઢી સાથે પીરસો.

Reviews for Vegetable Biryani in gujarati (0)

No reviews yet.

Recipes similar to Vegetable Biryani in gujarati

  • બિરયાની...

    5 likes
  • ચિકન બિરયાની

    71 likes
  • વેજીટેબલ ફુલ

    3 likes
  • વેજીટેબલ કઢી

    2 likes
  • ઈંડાં બિરયાની

    187 likes
  • વેજીટેબલ કટલેટ

    4 likes