હોમ પેજ / રેસિપી / રીંગણ બટાકા નુ શાક , મગ ની ખીચડી

Photo of brinjal potato ki sabji and moong dal khichdi by Dipika Ranapara at BetterButter
1192
0
0.0(0)
0

રીંગણ બટાકા નુ શાક , મગ ની ખીચડી

Jul-09-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીંગણ બટાકા નુ શાક , મગ ની ખીચડી રેસીપી વિશે

રીંગણ એટલે શાક નો રાજા. શિયાળામાં તો બાજરી ના રોટલા અને રીંગણ નુ શાક કાઠિયાવાડી ભોજન મા હોય જ. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મગ ની દાળ ની ખીચડી દહી સાથે...અહાહાહા...સ્વાદિષ્ટ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રા મ રીંગણ
  2. 3 મધ્યમ આકારના બટાકા
  3. 1ટામેટુ કાપેલું
  4. 1ચમચી રાઇ
  5. ચપટી હિંગ
  6. 3ચમચા તેલ
  7. 1ચમચી લાલ મરચું
  8. મીઠું પ્રમાણસર
  9. 1/2 ચમચી હળદર
  10. 1ચમચી ધાણાજીરુ
  11. 1/4ચમચી ખાંડ
  12. ઝીણી સમારેલી કોથમીર સજાવટ માટે
  13. મગ ની દાળ ની ખીચડી ની સામગ્રી
  14. 1,1/2વાટકી ચોખા (કૃષ્ણ કમોદ)
  15. 1/2 કપ ફોતરા વાળી મગની દાળ
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. 1/2ચમચી હળદર
  18. 3 ગ્લાસ પાણી

સૂચનાઓ

  1. રીંગણ ને ધોઈ , લૂછી ને ટૂકડા કરવા.
  2. બટાકા ને ધોઈ , લૂછી ને ટૂકડા કરવા.
  3. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો અને હિંગ નાખો.
  4. વાટેલું લસણ નાખી સાંતળો.
  5. રીંગણ અને બટાકા નાખી સાંતળો.
  6. મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું,હળદર અને ધાણાજીરુ નાખી બરાબર હલાવી લો.
  7. 1 ગ્લાસ પાણી રેડીને ઢાંકણ ઢાંકી ને ચડવા દો.
  8. ટામેટાની ટૂકડા, ખાંડ નાખી બરાબર હલાવી લો.
  9. ઝીણી સમારેલી કોથમીર થી સજાવટ કરો.
  10. મગ ની દાળ ની ખીચડી ની રીત:
  11. ચોખા અને દાળ ભેગા કરી ધોઈ લેવું.
  12. કુકર માં દાળ-ચોખા અને પાણી રેડીને ગેસ પર મૂકો.
  13. મીઠું સ્વાદ અનુસાર અને હળદર નાખી બરાબર હલાવી લો અને કુકર નું ઢાંકણ બંધ કરી 5સીટી વાગે ત્યારપછી ગેસ બંધ કરી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર