Open in app

વેજીટેબલ પુલાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Dipika Ranapara9th Jul 2018

Vegetable pulav ના વિશે

Ingredients to make Vegetable pulav in gujarati

  • 2વાટકી બાસમતી ચોખા
  • 1ચમચો ઘી
  • 1ચમચી જીરું
  • પાણી પ્રમાણસર
  • મીઠું પ્રમાણસર
  • 3ચમચા તેલ
  • 5 લવિંગ
  • 1ટૂકડો તજ
  • 1દગડફૂલ
  • 6 મરી
  • 1તમાલપત્ર
  • 5-6 કાજૂ
  • 1 વાટકો બાફેલા ફણસી, ગાજર અને વટાણા
  • 1ચમચી જીરું
  • ચપટી હિંગ
  • 1ચમચો વાટેલા આંદૂ મરચાં લસણ
  • ઝીણી સમારેલી ડુંગળી
  • 1/2 કેપ્સીકમ ચોરસ કાપેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1ચમચી લાલ મરચું
  • 1ચમચી કીચનકીંગ ગરમ મસાલો
  • 1/2ચમચી હળદર
  • ઝીણી સમારેલી કોથમીર સજાવટ માટે

How to make Vegetable pulav in gujarati

  1. એક પેન માં ઘી ગરમ કરી તેમાં જીરું નાખો અને હિંગ નાખો ત્યાર બાદ ધોઈ ને અડધો કલાક પલાળેલા બાસમતી ચોખા નાખી સાંતળો.
  2. પાણી પ્રમાણસર નાખી, મીઠું સ્વાદ અનુસાર ઉમેરી હલાવી લો અને ઢાંકી ચડવા દો
  3. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો અને હિંગ નાખો.
  4. તમાલપત્ર, તજ, લવિંગ,મરી, દગડફૂલ,વગેરે ખડા મસાલા નાખી સાંતળો.
  5. ત્યાર બાદ વાટેલા આંદૂ મરચાં લસણ નાખી સાંતળો .
  6. ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો.
  7. કેપ્સીકમ નાખી સાંતળો.
  8. બાફેલા ગાજર, ફણસી અને વાટાણ નાખી સાંતળો.
  9. મીઠું સ્વાદ અનુસાર, મરચું , હળદર અને કીચનકીંગ ગરમ મસાલો ઉમેરી હલાવી લો .
  10. રાધેંલા બાસમતી ચોખા નાખી બરાબર હલાવી લો અને ઢાંકી ચડવા દો.
  11. ઝીણી સમારેલી કોથમીર થી સજાવટ કરો.
  12. ગરમાગરમ પીરસો.

Reviews for Vegetable pulav in gujarati (0)

No reviews yet.

Recipes similar to Vegetable pulav in gujarati

  • પુલાવ

    3 likes
  • પુલાવ

    21 likes
  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • મસૂર પુલાવ

    3 likes