હોમ પેજ / રેસિપી / વેજીટેબલ પુલાવ

Photo of Vegetable pulav by Dipika Ranapara at BetterButter
830
0
0.0(0)
0

વેજીટેબલ પુલાવ

Jul-09-2018
Dipika Ranapara
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ પુલાવ રેસીપી વિશે

ભારતીય ખોરાક માં વેજીટેબલ પુલાવ ખૂબજ સ્વાદિષ્ટ વાનગી છે. બધાજ પ્રકારનાં શાકભાજી નો ઉપયોગ થતો હોવાથી પચવા માં સરળ અને પૌષ્ટિક ખોરાક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • સાઈડ ડીશેસ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2વાટકી બાસમતી ચોખા
  2. 1ચમચો ઘી
  3. 1ચમચી જીરું
  4. પાણી પ્રમાણસર
  5. મીઠું પ્રમાણસર
  6. 3ચમચા તેલ
  7. 5 લવિંગ
  8. 1ટૂકડો તજ
  9. 1દગડફૂલ
  10. 6 મરી
  11. 1તમાલપત્ર
  12. 5-6 કાજૂ
  13. 1 વાટકો બાફેલા ફણસી, ગાજર અને વટાણા
  14. 1ચમચી જીરું
  15. ચપટી હિંગ
  16. 1ચમચો વાટેલા આંદૂ મરચાં લસણ
  17. ઝીણી સમારેલી ડુંગળી
  18. 1/2 કેપ્સીકમ ચોરસ કાપેલ
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. 1ચમચી લાલ મરચું
  21. 1ચમચી કીચનકીંગ ગરમ મસાલો
  22. 1/2ચમચી હળદર
  23. ઝીણી સમારેલી કોથમીર સજાવટ માટે

સૂચનાઓ

  1. એક પેન માં ઘી ગરમ કરી તેમાં જીરું નાખો અને હિંગ નાખો ત્યાર બાદ ધોઈ ને અડધો કલાક પલાળેલા બાસમતી ચોખા નાખી સાંતળો.
  2. પાણી પ્રમાણસર નાખી, મીઠું સ્વાદ અનુસાર ઉમેરી હલાવી લો અને ઢાંકી ચડવા દો
  3. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો અને હિંગ નાખો.
  4. તમાલપત્ર, તજ, લવિંગ,મરી, દગડફૂલ,વગેરે ખડા મસાલા નાખી સાંતળો.
  5. ત્યાર બાદ વાટેલા આંદૂ મરચાં લસણ નાખી સાંતળો .
  6. ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો.
  7. કેપ્સીકમ નાખી સાંતળો.
  8. બાફેલા ગાજર, ફણસી અને વાટાણ નાખી સાંતળો.
  9. મીઠું સ્વાદ અનુસાર, મરચું , હળદર અને કીચનકીંગ ગરમ મસાલો ઉમેરી હલાવી લો .
  10. રાધેંલા બાસમતી ચોખા નાખી બરાબર હલાવી લો અને ઢાંકી ચડવા દો.
  11. ઝીણી સમારેલી કોથમીર થી સજાવટ કરો.
  12. ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર