Open in app

મિશ્ર ફણગાવેલા કઠોળ કરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  660 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Krupa Shah9th Jul 2018

MIXED SPROUTS CURRY ના વિશે

Ingredients to make MIXED SPROUTS CURRY in gujarati

  • ૨ કપ મિશ્ર ફણગાવેલા કઠોળ (કાબુલી ચણા, મગ, મઠ, ચોળા, દેશી ચના, સોયાબીન)
  • વઘાર માટે:
  • ૨ મોટી ચમચી તેલ
  • ૨ નાના ટુકડા તજ
  • ૪-૫ કાળા મરી
  • ૧ તમાલ પત્ર
  • ૩ લવિંગ
  • ૧/૨ નાની ચમચી જીરું
  • ૧/૨ નાની ચમચી રાઈ
  • સુકા મસાલા:
  • ૧/૨ નાની ચમચી હળદર
  • ૧&૧/૨ નાની ચમચી લાલ મરચું પાવડર
  • ૧ નાની ચમચી ધાણા જીરું પાવડર
  • ૧/૨ નાની ચમચી શેકેલું જીરું નો પાવડર
  • ૧ નાની ચમચી ગરમ મસાલો
  • ૧/૨ નાની ચમચી કિચન કિંગ મસાલા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • કરી માટે:
  • ૨ કાંદા કાપેલા
  • ૨ લીલા મરચાં ના ટુકડા
  • ૧" નો આદું નો ટૂકડો
  • ૪-૫ લસણ ની કળી
  • ૧/૪ લીલા નારિયેળ ના ટુકડા
  • ૨ નાના ટામેટા કાપેલા
  • સાથે પીરસવા માટે:
  • મિક્સ ચવાણુ આવશ્યકતા અનુસાર
  • ત્રિકોણી પરાઠા
  • કાંદા ની સ્લાઇસ

How to make MIXED SPROUTS CURRY in gujarati

  1. એક વાસણ મા બધા કઠોળ લો અને ૨-૩ વખત પાણી થી ધોઇને ૪-૫ કલાક પાણી માં પલળવા દેવા.
  2. બધું પાણી કાઢી એક કપડાં માં બાંધી ને એક બંધ વાસણ માં કઠોળને ફણગા આવે ત્યાં સુધી એક ગરમ જગ્યાએ પાર ૬-૭ કલાક માટે મૂકી રાખો.
  3. કરી માટે: કરી ની બધી સામગ્રી મિક્સચ માં બરાબર પીસીને ને પેસ્ટ બનાવી બાજુ પર મૂકી દો.
  4. એક પ્રેશર પેન માં તેલ ગરમ કરો અને બધા આખા ગરમ મસાલા ઉમેરી દો.
  5. રાઈ તતળે એટલે બધા સુકા મસાલા ઉમેરો.
  6. હવે તૈયાર પેસ્ટ ઉમેરી દો.
  7. બરાબર મિક્ષ કરો અને પછી થોડી વાર ચડવા દો.
  8. તેલ છૂટું પડે એટલે મીઠું અને મિશ્ર ફણગાવેલા કઠોળ ઉમેરી દો.
  9. ૨ કપ પાણી નાખી, પ્રેશર પેન નું ઢાંકણ લગાવી, સિટી મૂકી દો.
  10. ઉચ્ચ ગેસ ના તાપ પર એક સિટી વગાડીને ૧૫ મિનિટ ધીમા તાપે ચડવા દો.
  11. પ્રેશર પેન નું પ્રેશર ઓછું થાય એટલે પેન ખોલી દો અને ૧ નાની ચમચી લીંબુનો રસ ઉમેરો.
  12. હવે તૈયાર મિશ્ર ફણગાવેલા કઠોળ કરી ને એક બોલ માં પીરસો એની ઉપર મિક્સ ચવાણુ ભભરાવી દો.
  13. સાથે કાંદા ની સ્લાઇસ, ત્રિકોણી પરાઠા અને મિક્સ ચવાણા સાથે પીરસો.

Reviews for MIXED SPROUTS CURRY in gujarati (0)

No reviews yet.

Recipes similar to MIXED SPROUTS CURRY in gujarati

  • ફણગાવેલા મિક્સ કઠોળ

    3 likes