હોમ પેજ / રેસિપી / મિશ્ર ફણગાવેલા કઠોળ કરી

Photo of MIXED SPROUTS CURRY by Krupa Shah at BetterButter
364
1
0(0)
0

મિશ્ર ફણગાવેલા કઠોળ કરી

Jul-09-2018
Krupa Shah
660 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિશ્ર ફણગાવેલા કઠોળ કરી રેસીપી વિશે

આ રેસીપી માં ફણગાવેલા મિશ્રીત કઠોળ ને એકદમ સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે. કઠોળ તૈયાર થઈ જાય અને પીરસ્તી વખતે એના ઉપર મિક્સ ચવાણુ ભભરાવા માં આવ્યું છે. સાથે ત્રિકોણી પરોઠા અને કાંદો પિરસિયો છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • પ્રેશર કુક
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨ કપ મિશ્ર ફણગાવેલા કઠોળ (કાબુલી ચણા, મગ, મઠ, ચોળા, દેશી ચના, સોયાબીન)
  2. વઘાર માટે:
  3. ૨ મોટી ચમચી તેલ
  4. ૨ નાના ટુકડા તજ
  5. ૪-૫ કાળા મરી
  6. ૧ તમાલ પત્ર
  7. ૩ લવિંગ
  8. ૧/૨ નાની ચમચી જીરું
  9. ૧/૨ નાની ચમચી રાઈ
  10. સુકા મસાલા:
  11. ૧/૨ નાની ચમચી હળદર
  12. ૧&૧/૨ નાની ચમચી લાલ મરચું પાવડર
  13. ૧ નાની ચમચી ધાણા જીરું પાવડર
  14. ૧/૨ નાની ચમચી શેકેલું જીરું નો પાવડર
  15. ૧ નાની ચમચી ગરમ મસાલો
  16. ૧/૨ નાની ચમચી કિચન કિંગ મસાલા
  17. સ્વાદ પ્રમાણે મીઠું
  18. કરી માટે:
  19. ૨ કાંદા કાપેલા
  20. ૨ લીલા મરચાં ના ટુકડા
  21. ૧" નો આદું નો ટૂકડો
  22. ૪-૫ લસણ ની કળી
  23. ૧/૪ લીલા નારિયેળ ના ટુકડા
  24. ૨ નાના ટામેટા કાપેલા
  25. સાથે પીરસવા માટે:
  26. મિક્સ ચવાણુ આવશ્યકતા અનુસાર
  27. ત્રિકોણી પરાઠા
  28. કાંદા ની સ્લાઇસ

સૂચનાઓ

  1. એક વાસણ મા બધા કઠોળ લો અને ૨-૩ વખત પાણી થી ધોઇને ૪-૫ કલાક પાણી માં પલળવા દેવા.
  2. બધું પાણી કાઢી એક કપડાં માં બાંધી ને એક બંધ વાસણ માં કઠોળને ફણગા આવે ત્યાં સુધી એક ગરમ જગ્યાએ પાર ૬-૭ કલાક માટે મૂકી રાખો.
  3. કરી માટે: કરી ની બધી સામગ્રી મિક્સચ માં બરાબર પીસીને ને પેસ્ટ બનાવી બાજુ પર મૂકી દો.
  4. એક પ્રેશર પેન માં તેલ ગરમ કરો અને બધા આખા ગરમ મસાલા ઉમેરી દો.
  5. રાઈ તતળે એટલે બધા સુકા મસાલા ઉમેરો.
  6. હવે તૈયાર પેસ્ટ ઉમેરી દો.
  7. બરાબર મિક્ષ કરો અને પછી થોડી વાર ચડવા દો.
  8. તેલ છૂટું પડે એટલે મીઠું અને મિશ્ર ફણગાવેલા કઠોળ ઉમેરી દો.
  9. ૨ કપ પાણી નાખી, પ્રેશર પેન નું ઢાંકણ લગાવી, સિટી મૂકી દો.
  10. ઉચ્ચ ગેસ ના તાપ પર એક સિટી વગાડીને ૧૫ મિનિટ ધીમા તાપે ચડવા દો.
  11. પ્રેશર પેન નું પ્રેશર ઓછું થાય એટલે પેન ખોલી દો અને ૧ નાની ચમચી લીંબુનો રસ ઉમેરો.
  12. હવે તૈયાર મિશ્ર ફણગાવેલા કઠોળ કરી ને એક બોલ માં પીરસો એની ઉપર મિક્સ ચવાણુ ભભરાવી દો.
  13. સાથે કાંદા ની સ્લાઇસ, ત્રિકોણી પરાઠા અને મિક્સ ચવાણા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર