હોમ પેજ / રેસિપી / દૂધ પાક

Photo of Dudh pak by Dipika Ranapara at BetterButter
2275
6
0.0(0)
0

દૂધ પાક

Jul-10-2018
Dipika Ranapara
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધ પાક રેસીપી વિશે

દૂધ પાક એ ભારતીય વ્યંજન છે. જેમાં દૂધ માં ખાંડ નાખી ને ધીમી આંચ પર ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા માં આવે છે. સૂકાં મેવા નાખી પીરસાય છે. એ એક પ્રકારની રાઇસ પુડીંગ છે. દૂધ પાક પૂરી સાથે પીરસાય છે. ગુજરાતી ભોજન મા દૂધ પાક પૂરી નુ ખૂબ જ મહત્વ છે. વાર તહેવારે બનાવાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 2લિટર દૂધ
  2. 1વાટકી ચોખા ( ઇચ્છા મુજબ)
  3. 3/4 કપ ખાંડ
  4. 2ટેબલ સ્પૂન બદામ ની કતરણ
  5. 1ટેબલ સ્પૂન ચારોળી
  6. 1/4 ટી સ્પૂન ઇલાઇચી પાવડર
  7. ચપટી જાયફળ પાવડર
  8. સહેજ કેસર

સૂચનાઓ

  1. દૂધ ને જે વાસણ માં ગરમ કરવા નું હોય તેને ચારે બાજુ ઘી લગાડવું.પછી દૂધ રેડીને ગરમ કરવા મૂકવું. તેને હલાવતા રહેવું જેથી ચોંટે નહીં.
  2. બરાબર ઉકળે એટલે ચોખા ધોઈ ને લૂછી ને નાંખવા.
  3. ચોખા ચડી જાય એટલે ખાંડ નાખવી. બરાબર ઉકળે કલર આવે ત્યારે ગેસ બંધ કરી દેવો.
  4. પલાળેલી બદામ ની કતરણ નાખવી.
  5. ચારોળી અને ઇલાઇચી પાવડર નાખી બરાબર હલાવી લો.
  6. દૂધ માં જાયફળ પાવડર અને કેસર નાખવું.
  7. દૂધપાક હૂફાળો ગરમ સારો લાગે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર