હોમ પેજ / રેસિપી / કસાટા પુડિંગ

Photo of Cassata pudding by Jigisha Jayshree at BetterButter
1032
3
0.0(0)
0

કસાટા પુડિંગ

Jul-10-2018
Jigisha Jayshree
20 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કસાટા પુડિંગ રેસીપી વિશે

આ મારી ઈનોવેટિવ રેસીપી છે. ખુબ સરસ સ્વાદ છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ લિટર દૂધ
  2. ૨ ચમચા કસ્ટર્ડ પાવડર
  3. ૨ નાની ચમચી કોકો પાવડર
  4. ૩ નાની ચમચી ચોકલેટ પાવડર
  5. ૨ નાની ચમચી કોફી પાવડર
  6. ૫ ચમચા ખાંડ
  7. ૨૫ ગ્રામ પિસ્તા અને બદામ
  8. ૨૦૦ ગ્રામ મેરી બિસ્કિટ
  9. અડધી ચમચી માખણ
  10. ૪/૫ ટીંપા વેનીલા એસેન્સ

સૂચનાઓ

  1. એક વાસણમાં દુધ ગરમ થવા મુકો
  2. ત્યાં સુધી કસ્ટડ પાવડર નેં પાણી માં મિક્સ કરો. ગુઠલી ના પડે તે નું ધ્યાન રાખવું.
  3. દુધ ઉકળવા લાગે તો કસ્ટર્ડ વાળુ પાણી તેમાં નાખીને સારી રીતે મિક્સ કરો.
  4. હવે તેને ઉકાળો થોડુ ઉકળે એટલે તેમાં બદામ અને પિસ્તા નાંખો
  5. વેનીલા એસેન્સ નાંખો
  6. હવે કસ્ટડ પાવડર વાળા દુધ ના બે ભાગ કરી લો
  7. એક ભાગ માં ચોકલેટ અને કોકો પાવડર નાખી દો અને મિક્સ કરો.
  8. હવે ૮ બિસ્કિટ લઈ તોડી નાખી મિક્સરમાં ભુકો કરો
  9. હવે બન્ને ભાગ માં થોડો થોડો નાંખી મિક્સ કરો.
  10. હવે થોડુ ઠંડુ થવા દો.
  11. હવે એક વાસણમાં ૧ કપ પાણી નાખીને ગરમ કરો.
  12. હવે તેમાં કોફી નાંખી ને બરાબર મિક્સ કરો.
  13. હવે એક કાચ નાં વાસણ માં માખણ લગાવી ચીકણો કરો
  14. હવે બિસ્કીટ નેં કોફી વાળા પાણી મા ડુબાડીને કાચ નાં વાસણ માં મુકો.
  15. ઉપર ચોકલેટ વાળુ કસ્ટર્ડ નાંખો
  16. ફરી બિસ્કિટ કોફી ના પાણી મા ડુબાડીને મુકી ઉપર પિસ્તા વાળુ કસ્ટર્ડ નાંખો
  17. આવી રીતે લેયર કરી નેં ઉપર પિસ્તા, બદામ થી સજાવી ફ્રીજ મા ઠંડુ કરી પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર