Open in app

કસાટા પુડિંગ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  4 people
Jigisha Jayshree10th Jul 2018

Cassata pudding ના વિશે

Ingredients to make Cassata pudding in gujarati

  • ૧ લિટર દૂધ
  • ૨ ચમચા કસ્ટર્ડ પાવડર
  • ૨ નાની ચમચી કોકો પાવડર
  • ૩ નાની ચમચી ચોકલેટ પાવડર
  • ૨ નાની ચમચી કોફી પાવડર
  • ૫ ચમચા ખાંડ
  • ૨૫ ગ્રામ પિસ્તા અને બદામ
  • ૨૦૦ ગ્રામ મેરી બિસ્કિટ
  • અડધી ચમચી માખણ
  • ૪/૫ ટીંપા વેનીલા એસેન્સ

How to make Cassata pudding in gujarati

  1. એક વાસણમાં દુધ ગરમ થવા મુકો
  2. ત્યાં સુધી કસ્ટડ પાવડર નેં પાણી માં મિક્સ કરો. ગુઠલી ના પડે તે નું ધ્યાન રાખવું.
  3. દુધ ઉકળવા લાગે તો કસ્ટર્ડ વાળુ પાણી તેમાં નાખીને સારી રીતે મિક્સ કરો.
  4. હવે તેને ઉકાળો થોડુ ઉકળે એટલે તેમાં બદામ અને પિસ્તા નાંખો
  5. વેનીલા એસેન્સ નાંખો
  6. હવે કસ્ટડ પાવડર વાળા દુધ ના બે ભાગ કરી લો
  7. એક ભાગ માં ચોકલેટ અને કોકો પાવડર નાખી દો અને મિક્સ કરો.
  8. હવે ૮ બિસ્કિટ લઈ તોડી નાખી મિક્સરમાં ભુકો કરો
  9. હવે બન્ને ભાગ માં થોડો થોડો નાંખી મિક્સ કરો.
  10. હવે થોડુ ઠંડુ થવા દો.
  11. હવે એક વાસણમાં ૧ કપ પાણી નાખીને ગરમ કરો.
  12. હવે તેમાં કોફી નાંખી ને બરાબર મિક્સ કરો.
  13. હવે એક કાચ નાં વાસણ માં માખણ લગાવી ચીકણો કરો
  14. હવે બિસ્કીટ નેં કોફી વાળા પાણી મા ડુબાડીને કાચ નાં વાસણ માં મુકો.
  15. ઉપર ચોકલેટ વાળુ કસ્ટર્ડ નાંખો
  16. ફરી બિસ્કિટ કોફી ના પાણી મા ડુબાડીને મુકી ઉપર પિસ્તા વાળુ કસ્ટર્ડ નાંખો
  17. આવી રીતે લેયર કરી નેં ઉપર પિસ્તા, બદામ થી સજાવી ફ્રીજ મા ઠંડુ કરી પરોસો.

Reviews for Cassata pudding in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cassata pudding in gujarati

  • કસાટા પુડિંગ

    1 likes
  • બ્રેડ પુડિંગ

    0 likes
  • કેરામલ પુડિંગ

    1 likes
  • લાપસી ચોકો પુડિંગ

    3 likes
  • પાસ્તા ટ્રાઇફળ પુડિંગ

    2 likes
  • કેરેટ પુડિંગ વિથ વેનીલા આઈસક્રીમ

    1 likes