Open in app

માવા અખરોટ હલવો/માવા અખરોટ કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  6 people
Khushboo Doshi10th Jul 2018

Mava walnut halwa cake ના વિશે

Ingredients to make Mava walnut halwa cake in gujarati

  • 2 કપ અખરોટ અધકચરો ભૂકો કરેલો.
  • 1 કપ દુધ
  • 1/4 કપ માવો
  • 3/4 કપ ખાંડ
  • 1/4 કપ ઘી
  • 1 ચમચી અેલચી પાવડર
  • 2 કપ વ્હીપ ક્રીમ
  • વેનીલા,ચોકલેટ એસેન્સ

How to make Mava walnut halwa cake in gujarati

  1. સૌ પ્રથમ આ અખરોટ ને અધકચરો ક્રશ કરી લો. અને અેક પેન માં ધી ગરમ કરવા મુકો. ધી ગરમ થાય એટલે તેમાં અખરોટ ને અધકચરો ક્રશ કર્યું છે અે નાંખી હલાવો.
  2. આ ક્રશ ને ધીમી આંચ પર હલાવો અને રોસ્ટ કરો. જ્યાં સુધી એનો ગોલ્ડન બ્રાઉન કલર ના આવી જાય
  3. હવે બીજા અેક પેન માં દૂધ લો એ ઉકળે અેટલે એમાં ખાંડ માવો એલચી પાવડર નાંખી ઘટ્ટ ના થાય ત્યાં સુધી હલાવો.
  4. હવે એ ઘટ્ટ થાય અેટલે આ રોસ્ટેડ અખરોટ માં નાંખી ધીમે ધીમે હલાવો.
  5. કન્ટીન્યુ એને હલાવ્યા કરજો જ્યાં સુધી દુધ રોસ્ટેડ અખરોટ એ શોષી ના લે અને આ હલવો સ્ટીકી ના રે અને ચારેય કોર થી છુટુ ના થઈ જાય.
  6. આ હલવો બહૂ થીક નહી અને બહુ ઢીલો.મીડીયમ રાખવો.
  7. હવે થોડો ઠંડુ થાય એટલે તેને કુકી મોલ્ડ માં અથવા એક રાઉન્ડ બાઉલ માં અથવા જાતે કોઈ પણ શેપ માં કરી ઠંડુ થવા મૂકો.
  8. હવે થોડો ઠંડુ થાય એટલે મફીન્સ મોલ્ડ માં મૂકી 5 થી 7 મિનિટ માઈક્રો મોડ પર બેક કરી ને પણ ક્રીમ ગાર્નીશ કરી શકાય
  9. હવે એક બાઉલમાં વ્હીપ ક્રીમ અને અેસેન્સ નાખી બીટરથી બીટ કરી રેડી કરી મંદપસંદ નોઝલ નાંખી પાઇપીંગ બેગ મા નાંખો
  10. હવે જે હલવ કેક ને અનમોલ્ડ કરો અને એના પર વ્હીપ ક્રીમ નાંખી અેના પર ફરી હલવા કેક મુકી સર્વ કરો.
  11. તો રેડી છે અખરોટ હલવા કેક. આજે જ બનાવો બચ્ચા અને મોટા ને ખૂબજ ભાવશે

Reviews for Mava walnut halwa cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mava walnut halwa cake in gujarati

  • અખરોટ નો હલવો

    8 likes
  • ચોકલેટ અખરોટ હલવો

    1 likes