હોમ પેજ / રેસિપી / માવા અખરોટ હલવો/માવા અખરોટ કેક

Photo of Mava walnut halwa cake by Khushboo Doshi at BetterButter
479
3
0.0(0)
0

માવા અખરોટ હલવો/માવા અખરોટ કેક

Jul-10-2018
Khushboo Doshi
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માવા અખરોટ હલવો/માવા અખરોટ કેક રેસીપી વિશે

આમ તો અાખરોટ હલવો ક્યાંક ને ક્યાંક ટેસ્ટ કર્યો જ હશે. આ અખરોટ નાં હલવાને થોડા વેરીએશન સાથે બનાવ્યુ છે. બનાવા માં થોડી મહેનત છે પણ હેલ્ઘી પણ અેટલું જ. તો આજે જ બનાવો આ અખરોટ હલવા ને. થોડા અલગ વેરીએશન થી.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ડેઝર્ટ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 6

  1. 2 કપ અખરોટ અધકચરો ભૂકો કરેલો.
  2. 1 કપ દુધ
  3. 1/4 કપ માવો
  4. 3/4 કપ ખાંડ
  5. 1/4 કપ ઘી
  6. 1 ચમચી અેલચી પાવડર
  7. 2 કપ વ્હીપ ક્રીમ
  8. વેનીલા,ચોકલેટ એસેન્સ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ આ અખરોટ ને અધકચરો ક્રશ કરી લો. અને અેક પેન માં ધી ગરમ કરવા મુકો. ધી ગરમ થાય એટલે તેમાં અખરોટ ને અધકચરો ક્રશ કર્યું છે અે નાંખી હલાવો.
  2. આ ક્રશ ને ધીમી આંચ પર હલાવો અને રોસ્ટ કરો. જ્યાં સુધી એનો ગોલ્ડન બ્રાઉન કલર ના આવી જાય
  3. હવે બીજા અેક પેન માં દૂધ લો એ ઉકળે અેટલે એમાં ખાંડ માવો એલચી પાવડર નાંખી ઘટ્ટ ના થાય ત્યાં સુધી હલાવો.
  4. હવે એ ઘટ્ટ થાય અેટલે આ રોસ્ટેડ અખરોટ માં નાંખી ધીમે ધીમે હલાવો.
  5. કન્ટીન્યુ એને હલાવ્યા કરજો જ્યાં સુધી દુધ રોસ્ટેડ અખરોટ એ શોષી ના લે અને આ હલવો સ્ટીકી ના રે અને ચારેય કોર થી છુટુ ના થઈ જાય.
  6. આ હલવો બહૂ થીક નહી અને બહુ ઢીલો.મીડીયમ રાખવો.
  7. હવે થોડો ઠંડુ થાય એટલે તેને કુકી મોલ્ડ માં અથવા એક રાઉન્ડ બાઉલ માં અથવા જાતે કોઈ પણ શેપ માં કરી ઠંડુ થવા મૂકો.
  8. હવે થોડો ઠંડુ થાય એટલે મફીન્સ મોલ્ડ માં મૂકી 5 થી 7 મિનિટ માઈક્રો મોડ પર બેક કરી ને પણ ક્રીમ ગાર્નીશ કરી શકાય
  9. હવે એક બાઉલમાં વ્હીપ ક્રીમ અને અેસેન્સ નાખી બીટરથી બીટ કરી રેડી કરી મંદપસંદ નોઝલ નાંખી પાઇપીંગ બેગ મા નાંખો
  10. હવે જે હલવ કેક ને અનમોલ્ડ કરો અને એના પર વ્હીપ ક્રીમ નાંખી અેના પર ફરી હલવા કેક મુકી સર્વ કરો.
  11. તો રેડી છે અખરોટ હલવા કેક. આજે જ બનાવો બચ્ચા અને મોટા ને ખૂબજ ભાવશે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર