મેંગો બાસુંદી ચીઝ કેક | Mango Basundi Cheese Cake Recipe in Gujarati

ના દ્વારા Urvashi Belani  |  11th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Mango Basundi Cheese Cake by Urvashi Belani at BetterButter
મેંગો બાસુંદી ચીઝ કેકby Urvashi Belani
 • તૈયારીનો સમય

  8

  Hours
 • બનાવવાનો સમય

  35

  મીની
 • પીરસવું

  6

  લોકો

1

0

મેંગો બાસુંદી ચીઝ કેક

મેંગો બાસુંદી ચીઝ કેક Ingredients to make ( Ingredients to make Mango Basundi Cheese Cake Recipe in Gujarati )

 • પહેલી લેયર માટે:
 • 15-16 ઓરિઓ બિસ્કીટ
 • 2 ટેબલ સ્પૂન માખણ
 • બીજી લેયર માટે:
 • 1લીટર ફુલ ક્રીમ દૂધ
 • 1/2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
 • 4 ટેબલ સ્પૂન ખાંડ
 • 1/2 કપ કેરી નો પલ્પ
 • 1/4 ટી સ્પૂન એલચી પાવડર
 • 15 ગ્રામ ચાઇના ગ્રાસ( 1 કપ પાણી માં પલાળેલું)
 • ત્રીજી લેયર માટે:
 • 1/2 કપ કેરી નો પલ્પ
 • 1/2 કેરી ની સલાઈસ
 • 5 ગ્રામ ચાઇના ગ્રાસ (1/2 કપ પાણી માં પલાળેલું)

How to make મેંગો બાસુંદી ચીઝ કેક

 1. પહેલાં લેયર માટે ઓરીઓ બિસ્કિટ ને મિક્સર માં કકરૂ પીસી લો.
 2. તેમાં માખણ નાખી બરાબર મિક્સ કરો.
 3. લોક પોર્ટ માં આ મિશ્રણ નાખી ઉંધી વાટકી ની મદદ થી બરાબર દબાવી ને સેટ કરો પછી તેને 1 કલાક સુધી ફ્રીઝ સેટ થવા મૂકી દો.
 4. બીજી લેયર માટે દૂધ ને એક મોટી કઢાઈ માં ઉકળવા મુકો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો.જ્યારે દૂધ ઉકળી ને અડધા કરતા પણ ઓછું થઈ જાય ત્યારે તેમાં ખાંડ અને એલચી પાવડર નાખી મિક્સ કરો.
 5. જ્યારે દૂધ રૂમ ટેમ્પરેચર જેટલું થઈ જાય પછી કેરી નો પલ્પ અને કન્ડેન્સ્ડ મિલ્ક નાખી મિક્સ કરો. તૈયાર છે મેંગો બાસુંદી.
 6. ચાઇના ગ્રાસ ને (પાણી સાથે) એક નાના વાસણ માં ઉકળવા મુકો.જ્યારે ચાઇના ગ્રાસ બરાબર ઓગળી જાય ત્યારે આ મિશ્રણ ને તૈયાર મેંગો બાસુંદી માં નાખી મિક્સ કરો અને પહેલી લેયર પર ધીરે થી રેડી દો. પછી તેને ફ્રીઝ માં 4-5 કલાક સેટ થવા મૂકી દો.
 7. સેટ થયા પછી તેના પર કેરી ની સ્લાઈસ જમાવો.
 8. ત્રીજી લેયર માટે કેરી ના પલ્પ માં ચાઇના ગ્રાસ ( પાણી સાથે) નાખી ઉકળવા મુકો.
 9. જ્યારે ચાઇના ગ્રાસ ઓગળી જાય ત્યારે તેને કેરી ની સ્લાઈસ પર ધીરે થી રેડી દો.હવે તેને 1 થી 2 કલાક સુધી ફ્રીઝ માં મુકી દો.
 10. સેટ થયા પછી તેને ડીમોલ્ડ કરો અને કટ કરી સર્વ કરો.

My Tip:

આ કેક માં તમે મેંગો ફ્લેવર ની જગ્યાએ તમારો મનગમતો ફ્લેવર પણ લઈ શકો છો.

Reviews for Mango Basundi Cheese Cake Recipe in Gujarati (0)