હોમ પેજ / રેસિપી / મેંગો કેસર સંદેશ

Photo of Mango Kesar Sandesh by Rani Soni at BetterButter
789
1
0.0(0)
0

મેંગો કેસર સંદેશ

Jul-11-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો કેસર સંદેશ રેસીપી વિશે

સંદેશ મીઠાઈનું નામ કોણ નથી જાણ્યું? બંગાળની પ્રસિદ્ધ મીઠાઇ સંદેશ ઘણા લોકો જુદી જુદી પદ્ધતિઓ થી બનાવે છે.હવે તો ભારત માં પણ સંદેશ મીઠાઈને પસંદ કરવામાં આવે છે. બંગાળી ટ્રેડીશનમાં તો ઘરે આવતા મહેમાનોને તેમજ ખાસ મોકા પર તે જ પિરસવા માં આવે છે જે દરેક બહુ જ પ્રેમથી પસંદ કરે છે .મે મેંગો કેસર સંદેશ રીત રજૂ કરી છે જેમાં મેંગો નો આકાર આપ્યો છે. જ્યારે તમને સંદેશ ખાવાનું મન થાય તો તમારે બંગાળ જવાની કોઈ જરૂર નથી, પરંતુ તે તમારા ઘર માં જ આરામથી બની જશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ તાજો મેંગો પ્લપ
  2. 3 ચમચી ખાંડ
  3. 1 કપ પનીર (ઘર નું બનાવેલ)
  4. 1 ચમચી કેસર વાળુ દૂધ

સૂચનાઓ

  1. મેંગો પ્લપ ને એક પેન માં લઈ 2 મિનીટ સાંતળો
  2. હવે છીણેલું પનીર ઉમેરો
  3. 2-3 મિનીટ સાંતળો
  4. ખાંડ ઉમેરો
  5. મિકસ કરો
  6. કેસર વાળુ દૂધ ઉમેરો
  7. મિકસ કરો બળે ના ધ્યાન રાખો
  8. 10 મિનીટ પછી ગેસ બંધ કરી દો
  9. ઠંડુ થવા દો
  10. હવે તેમાં થી અેક ગોળો લઈ હાથ થી કેરી જેવો આકાર આપો
  11. મેંગો કેસર સંદેશ તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર