હોમ પેજ / રેસિપી / અંગૂર રબડી.

Photo of Angoor rabadi. by Kavi Nidhida at BetterButter
476
2
0.0(0)
0

અંગૂર રબડી.

Jul-12-2018
Kavi Nidhida
5 મિનિટ
તૈયારી નો સમય
135 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અંગૂર રબડી. રેસીપી વિશે

કેસર અને ડ્રાઇ ફ્રુટ વાળી અંગૂર રબડી.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • ધીમે ધીમે ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 4 થેલી અમુલ ગોલ્ડ દૂધ
  2. 1½ કપ ખાંડ રબડી માટે
  3. 1 કપ ખાંડ અંગૂર માટે
  4. 1 ચમચી લીંબુનો રસ
  5. 2 ટેબલ સ્પૂન ડ્રાઇ ફ્રુટ કાપેલા
  6. 8 પાંદડી કેસર

સૂચનાઓ

  1. 3 થેલી દૂધ ઉકાળો, વચ્ચે હલાવતાં રહો અને 40 ટકા જેટલું રહે એટલે ખાંડ નાખી, ફરી થોડું ઉકાળો, રબડી તૈયાર.
  2. 1 થેલી દૂધ ઉકાળો અને તેમાં લીંબુનો રસ ભેળવી હલાવો,
  3. ફાટી જાય એટલે એક ગળણી મા કાઢી, પીવાના પાણી થી સરખું ધોઈ લો,
  4. નીતરી જાય એટલે 15 મિનિટ સુધી બાંધીને લટકાડી રાખો
  5. એક બાઉલ મા કાઢી એક્દમ મસળી લો, સુંવાળુ થવું જોઈએ
  6. પછી તેમાંથી નાની નાની ગોળી વાળી લૉ
  7. એક પાન માં ખાંડ અને ખાંડ ડૂબે એટલું પાણી નાખી એક ઉભરો આવે એટલે બધી ગોળી (અંગૂર) નાખી 10 મિનિટ સુધી ગેસ પર જ રેહવા દો
  8. ધીમા તાપે ઢાંકી ને રાખો. ઠરે એટલે ચાસણી મા થી અંગૂર કાઢી લૉ
  9. અને રબડી માં અંગૂર નાખી, કેસર વાટી ને અને ડ્રાઇ ફ્રુટ થી સજાવો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર