BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પિસ્તાં પનીર રોલ ઈન સૈફ્રન મિલ્ક

Photo of Pista Paneer Roll In Saffron Milk by Rani Soni at BetterButter
0
4
0(0)
0

પિસ્તાં પનીર રોલ ઈન સૈફ્રન મિલ્ક

Jul-12-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પિસ્તાં પનીર રોલ ઈન સૈફ્રન મિલ્ક રેસીપી વિશે

પિસ્તા પનીર રોલ્સ સુંદર,અદ્ભુત બંગાળી મિઠાઈ છે જેમાં મે સૈફ્રન મિલ્ક ને પણ સાથે પિરસયું છે.તમે પણ તમારા રસોડામાં બનાવીને જુઓ, જે બહુ ઓછા સમય અને ઓછી મહેનતે બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • પશ્ચિમ બંગાળ
  • ધીમે ધીમે ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. રોલ બનાવવા: 2 કપ પનીર (ઘર નું બનાવેલ)
  2. 2 ચમચી દળેલી ખાંડ
  3. 1 ચમચી દૂધ
  4. 1/2 ચમચી એલચી પાવડર
  5. 2 ચમચી પિસ્તા સમારેલા
  6. મિલ્ક બનાવવા:
  7. 2 ચમચી ખાંડ
  8. 2 -3 બદામ સમારેલ
  9. 2 કપ દૂધ
  10. 1 ચપટી કેસર

સૂચનાઓ

  1. પ્લેટમાં પનીર ,2 ચમચી ખાંડ, દૂધ, એલચી પાવડર ઉમેરો.
  2. સારી રીતે મિક્ષ કરો.
  3. મિશ્રણને સમાન ભાગોમાં વિભાજીત કરો અને દરેક ભાગને લાંબા રોલ માં આકાર આપો.
  4. રોલ ને સમારેલા પિસ્તા થી સજાવો.
  5. રોલ તૈયાર છે.
  6. હવે દૂધ ને ગરમ કરવા મૂકો અને તેમાં કેસર નાખો.
  7. થોડું ગાઢું બને અેટલે તેમાં ખાંડ અને એલચી પાવડર ઉમેરો.
  8. ગેસ બંધ કરો અને દૂધ ને ઠંડુ કરો.
  9. પિરસવા માટે બાઉલ માં કેસર વાળુ દૂધ લઈ તેમા પિસ્તાં પનીર રોલ મૂકી બદામ થી સજાવો
  10. તૈયાર છે પિસ્તાં પનીર રોલ ઈન સૈફ્રન મિલ્ક

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર