હોમ પેજ / રેસિપી / મોતી પનીર પુલાવ

Photo of Moti paneer pulav by Dipika Ranapara at BetterButter
603
2
0.0(0)
0

મોતી પનીર પુલાવ

Jul-12-2018
Dipika Ranapara
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોતી પનીર પુલાવ રેસીપી વિશે

મોતી પનીર પુલાવ એ એક ઇનોવેટીવ ,પુલાવ ની સ્વાદિષ્ટ વાનગી છે . ઘર ના બનાવેલ પનીર ના મધ્યમ આકારના ગોળા બનાવી ને સ્વાદિષ્ટ પુલાવ બનાવીએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 1કપ બાસમતી ચોખા
  2. પાણી પ્રમાણસર (3 કપ આસરે)
  3. 1વાટકી લીલા વટાણા
  4. 1વાટકી ઝીણા સમારેલા ગાજર
  5. 3ચમચા બટર
  6. 1 તમાલપત્ર
  7. 1મોટી ઇલાઇચી
  8. 1ટૂકડો તજ
  9. 6 મરી
  10. 5 લવિંગ
  11. 4 નાની ઇલાઇચી
  12. 10 પત્તા મીઠો લીંબડો
  13. 1ચમચી જીરું
  14. 1ચમચો વાટેલા આંદૂ મરચાં લસણ
  15. 1 ઝીણી સમારેલી ડુંગળી
  16. 1ટી સ્પૂન લાલ મરચું
  17. 1/2 ટી સ્પૂન હળદર
  18. 1ટી સ્પૂન ધાણાજીરુ
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. 1ટી સ્પૂન ગરમ મસાલો
  21. 1 લીટર દૂધ માંથી બનાવેલ તાજું પનીર
  22. 1ટી સ્પૂન કોનૅફલોર

સૂચનાઓ

  1. બાસમતી ચોખા બરાબર ધોઈ લેવા.
  2. પનીર માં કોનૅફલોર મિક્સ કરી બરાબર મસળી મધ્યમ આકારના ગોળા બનાવી દેવા.
  3. હવે એક નોનસ્ટીક પેન માં ઘી ગરમ કરી તેમાં તમાલપત્ર, મોટી ઇલાઇચી, નાની ઇલાઇચી, તજ, લવિંગ, મરી, જીરું મીઠો લીંબડો નાખી સાંતળો.
  4. ચપટી હિંગ નાખી વાટેલા આદૂ મરચા લસણ નાખી સાંતળો નાખી સાંતળો.
  5. ઝીણી સમારેલી ડુંગળી નાખી સાંતળો.
  6. ગાજર અને વાટાણા નાખી બરાબર હલાવી લો .
  7. બાસમતી ચોખા નાખી બરાબર સાંતળો.
  8. પાણી નાખી બરાબર હલાવી લો .ગેસ તેજ આચ પર રાખીને ઉકળવા દો.
  9. મરચું, મીઠું પ્રમાણસર, ધાણાજીરુ , ગરમ મસાલો અને હળદર નાખી બરાબર હલાવી લો .
  10. એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દો અને પનીર ના ગોળા/ મોતી નાખી ઢાંકી ચડવા દો.
  11. રંધાઈ જાય એટલે કોથમીર નાખી ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર