હોમ પેજ / રેસિપી / કોકોનટ ચમચમ

Photo of Coconut chamcham by Jyoti Adwani at BetterButter
716
2
0.0(0)
0

કોકોનટ ચમચમ

Jul-13-2018
Jyoti Adwani
420 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોકોનટ ચમચમ રેસીપી વિશે

તાજા નારિયળ ની આ મીઠાઈ મોમાં મુકતા જ ભળી જાય એમ છે.આ મીઠાઈ દક્ષિણ ભારતીય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • દક્ષિણ ભારતીય
  • ઉકાળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ લીટર દૂધ
  2. ૪ તાજા નારિયળ (પ્રસાદ વાળા)
  3. ખાંડ સ્વાદ મુજબ
  4. સૂકા નારિયળ નું બૂરું ૧ વાટકી
  5. બદામ ૮ થી ૧૦

સૂચનાઓ

  1. સૌ પ્રથમ નારિયેળ ને તોડી તેની ઉપર ની ભૂરી છાલ કાઢી લો.ફક્ત સફેદ ભાગ જ રહેવા દો.
  2. હવે નારિયેળ ના એ સફેદ ભાગ ને ૭ કલાક માટે પાણી માં પલાળી રાખો.
  3. ૭ કલાક બાદ નારિયેળ ને મિક્સચર માં પીસી લો.
  4. હવે તપેલી માં દૂધ ગરમ કરવા મુકો.
  5. ઉભરો આવતા જ સ્વાદ મુજબ ખાંડ ઉમેરો.
  6. હવે નારિયેળ જ આપણે પીસી રાખ્યું છે તેને દૂધ માં ઉમેરો.
  7. તેને સતત ચલાવતા રહો જ્યાં સુધી દૂધ ઘટ્ટ થઈ જાય.
  8. પીસેલું નારિયળ જલ્દી જ દૂધ શોષી લેશે.
  9. હવે તેને ૧૦ મિનિટ માટે ઠંડુ કરો.
  10. ઠંડુ થયા પછી તેને ચમચમ નો આકાર આપો.
  11. ચમચમ ને સૂકા નારિયળ ના બુરા માં રંગડોળો. એવી જ રીતે બધી જ ચમચમ ને નારિયળ ના બુરા માં રગદોળી લો.
  12. ઉપર લાંબી કાપેલી બદામ લગાડો.
  13. લો તૈયાર છે આપણી ચમચમ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર