દૂધ ના લાડુ | Dudh na ladoo Recipe in Gujarati

ના દ્વારા Lata Lala  |  13th Jul 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Dudh na ladoo by Lata Lala at BetterButter
દૂધ ના લાડુby Lata Lala
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

દૂધ ના લાડુ

દૂધ ના લાડુ Ingredients to make ( Ingredients to make Dudh na ladoo Recipe in Gujarati )

 • દૂધ ની રબડી બનાવવા માટે :
 • 1 લિટર દૂધ
 • સાકર ચાસણી માટે 2 ચમચી
 • બૂંદી બનાવવા માટે :
 • બેસન 200 ગ્રામ
 • દૂધ 200 મિલીલીટર
 • તળવા માટે ઘી જરૂરિયાત મુજબ
 • ચાસણી બનાવવા માટે :
 • સાકર 250 ગ્રામ
 • પાણી 125 મિલીલીટર
 • દૂધ 1 ચમચી
 • પિસ્તા બદામ ની કતરણ
 • ગુલાબ ની પાંદડિયો

How to make દૂધ ના લાડુ

 1. રબડી બનવવા માટે દૂધ ને ઉકાળી લો.
 2. દૂધ ઉપર આવેલી મલાઈ ની પરત ને ખુરચી ને કાઢતા રહો.
 3. આને ધીમી ગેસ ઉપર જ્યાર સુધી દૂધ 1/4 ના રહે ત્યાર સુધી ઉકાળો.
 4. આમાં 2 ચમચી સાકર નાખો.
 5. ગેસ પર થી ઉતારી ઠંડો કરી.
 6. સાકર ની ચાસણી બનાવવા માટે :
 7. એક તાર ની ચાસણી બનવવા માટે સાકર અને પાણી ને ગરમ કરી થોડી વાર માટે ચડવા દો.
 8. એક ઉકાળો આવે એટલે 1 ચમચી દૂધ નાખો.
 9. આમ કરવા થી સાકર ની માટી ઉપર આવી જશે.
 10. એક ચમચી વડે માટી કાઢો.
 11. થોડી વાર પછી ગ્લાસ માં પાણી લઇ એમાં ચાસણી ની એક બૂંદ નાખી ચેક કરો.
 12. અથવા તો અંગુઠા અને ઉંગલી વચ્ચે દબાઈ ને ખીચી ને ચેક કરો.
 13. અગર ચાસણી તૈયાર થાય પછી ગેસ પર થી ઉતારી લો.
 14. બેસન ની બૂંદી બનવવા માટે :
 15. બેસન અને દૂધ નો ઘોળ તૈયાર કરો.
 16. સારી રીતે ભેળવી લો.
 17. એક કડાઈ માં ઘી નાખી ગરમ કરો.
 18. ચાળણી વડે બેસન નો ઘોલ થોડો થોડો નાખો અને બૂંદી ને તળી લો.
 19. આ બૂંદી ને તૈયાર ચાસણી માં નાખો.
 20. બૂંદી ને 5 મિનિટ બાદ કઢી ને બાજુ માં રાખો.
 21. હવે આના લાડુ બનાવવા માટે રબડી અને તૈયાર બૂંદી ને ભેગા કરી એક કડાઈ માં નાખી ગેસ ઉપર મુકો.
 22. ધીમા તાપે હલાવતા રહેવું અને એમાં સુક્કા મેવા કાપી ને નાખો.
 23. જો તમને લાડુ નો મિશ્રણ સુક્કો લગે તો 1 ચમચી દૂધ નાખો.
 24. થોડી વાર પછી ગેસ બંધ કરીને એને ઠડું કરો.
 25. આ મિશ્રણ ના લાડુ વાળી લો.
 26. ગુલાબ ની પાંદડીઓ સાથે સજાવો.

Reviews for Dudh na ladoo Recipe in Gujarati (0)