હોમ પેજ / રેસિપી / દૂધ ના લાડુ

Photo of Dudh na ladoo by Lata Lala at BetterButter
0
4
0(0)
0

દૂધ ના લાડુ

Jul-13-2018
Lata Lala
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધ ના લાડુ રેસીપી વિશે

આ નવીન પ્રકાર ના લાડૂ છે જેને દૂધ ની રબડી અને બૂંદી ને ભેળવી ને બનાવવા માં આવ્યા છે. આ રેસિપી શેફ રણવીર બરાર ની છે.

રેસીપી ટૈગ

 • ઈંડા વિનાનું
 • સામાન્ય
 • તહેવાર
 • ભારતીય
 • ધીમે ધીમે ઉકાળવું
 • ઉકાળવું
 • તળવું
 • ડેઝર્ટ
 • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 4

 1. દૂધ ની રબડી બનાવવા માટે :
 2. 1 લિટર દૂધ
 3. સાકર ચાસણી માટે 2 ચમચી
 4. બૂંદી બનાવવા માટે :
 5. બેસન 200 ગ્રામ
 6. દૂધ 200 મિલીલીટર
 7. તળવા માટે ઘી જરૂરિયાત મુજબ
 8. ચાસણી બનાવવા માટે :
 9. સાકર 250 ગ્રામ
 10. પાણી 125 મિલીલીટર
 11. દૂધ 1 ચમચી
 12. પિસ્તા બદામ ની કતરણ
 13. ગુલાબ ની પાંદડિયો

સૂચનાઓ

 1. રબડી બનવવા માટે દૂધ ને ઉકાળી લો.
 2. દૂધ ઉપર આવેલી મલાઈ ની પરત ને ખુરચી ને કાઢતા રહો.
 3. આને ધીમી ગેસ ઉપર જ્યાર સુધી દૂધ 1/4 ના રહે ત્યાર સુધી ઉકાળો.
 4. આમાં 2 ચમચી સાકર નાખો.
 5. ગેસ પર થી ઉતારી ઠંડો કરી.
 6. સાકર ની ચાસણી બનાવવા માટે :
 7. એક તાર ની ચાસણી બનવવા માટે સાકર અને પાણી ને ગરમ કરી થોડી વાર માટે ચડવા દો.
 8. એક ઉકાળો આવે એટલે 1 ચમચી દૂધ નાખો.
 9. આમ કરવા થી સાકર ની માટી ઉપર આવી જશે.
 10. એક ચમચી વડે માટી કાઢો.
 11. થોડી વાર પછી ગ્લાસ માં પાણી લઇ એમાં ચાસણી ની એક બૂંદ નાખી ચેક કરો.
 12. અથવા તો અંગુઠા અને ઉંગલી વચ્ચે દબાઈ ને ખીચી ને ચેક કરો.
 13. અગર ચાસણી તૈયાર થાય પછી ગેસ પર થી ઉતારી લો.
 14. બેસન ની બૂંદી બનવવા માટે :
 15. બેસન અને દૂધ નો ઘોળ તૈયાર કરો.
 16. સારી રીતે ભેળવી લો.
 17. એક કડાઈ માં ઘી નાખી ગરમ કરો.
 18. ચાળણી વડે બેસન નો ઘોલ થોડો થોડો નાખો અને બૂંદી ને તળી લો.
 19. આ બૂંદી ને તૈયાર ચાસણી માં નાખો.
 20. બૂંદી ને 5 મિનિટ બાદ કઢી ને બાજુ માં રાખો.
 21. હવે આના લાડુ બનાવવા માટે રબડી અને તૈયાર બૂંદી ને ભેગા કરી એક કડાઈ માં નાખી ગેસ ઉપર મુકો.
 22. ધીમા તાપે હલાવતા રહેવું અને એમાં સુક્કા મેવા કાપી ને નાખો.
 23. જો તમને લાડુ નો મિશ્રણ સુક્કો લગે તો 1 ચમચી દૂધ નાખો.
 24. થોડી વાર પછી ગેસ બંધ કરીને એને ઠડું કરો.
 25. આ મિશ્રણ ના લાડુ વાળી લો.
 26. ગુલાબ ની પાંદડીઓ સાથે સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર