હોમ પેજ / રેસિપી / ક્વીક પનીર કલાકંદ

Photo of Quick Paneer Kalakand by Rani Soni at BetterButter
494
3
0.0(0)
0

ક્વીક પનીર કલાકંદ

Jul-13-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્વીક પનીર કલાકંદ રેસીપી વિશે

કલાકંદ મીઠાઇ કોઇપણ ભારતીય મીઠાઇની દુકાનમાં જરૂરથી જોવા મળશે.આ એક એવી મીઠાઇની વાનગી છે જે બદલાતા સમય સામે આજે પણ લોકોની મનપસંદ મીઠાઇ રહી છે તેનું આ જ કારણ છે તેનો સુંદર સ્વાદ.અહીં મે ક્વીક બની જતી રીત આપી છે જેમાં આેછી મહેનતે અને સરળ રીતે બની જશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 1/2 કપ ખમણેલું તાજું પનીર
  2. 3/4 કપ કંડેંસ્ડ મિલ્ક
  3. 1/2 ટીસ્પૂન એલચી ના દાણા
  4. સજાવવા માટે:
  5. 1 ટેબલસ્પૂન બદામની કાતરી
  6. 1 ટેબલસ્પૂન પિસ્તાની કાતરી
  7. 1 ટેબલસ્પૂન કેસર વાળુ દૂધ
  8. 1-2 ટીસ્પૂન તાજી ગુલાબ ની પાંદડી

સૂચનાઓ

  1. એક નૉન-સ્ટીક પૅનમાં તાજું પનીર, કંડેંસ્ડ મિલ્ક લો
  2. સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૫ મિનિટ અથવા મિશ્રણ ઘટ્ટ બને
  3. તેમજ પૅનની બાજુઓથી છુટવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહો.
  4. હવે તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં એલચી દાણા મેળવી સારી રીતે મિક્સ કરી લો
  5. તેને પૅનમાંથી કાઢી તરત જ ઘી ચોપડેલી થાળીમાં રેડીને સરખી રીતે પાથરી લો
  6. પછી તેની પર બદામની કાતરી તથા પિસ્તાની કાતરી પાથરીને હલકા હાથે દબાવી લો
  7. તેને ઠંડું થવા બાજુ પર રાખો.
  8. ઠંડું થાય ત્યારે તેના કેસર વાળુ દૂધ બ્રશ થી લગાઈ
  9. તાજી ગુલાબ ની પાંદડી થી સજાઈ
  10. ટુકડી પાડીને પીરસો અથવા પીરસવાના સમય સુધી રેફ્રીજરેટરમાં રાખી મૂકો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર