Open in app

પાન-મસાલા ફ્લેવર આઈસ ક્રીમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  480 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Jyoti Adwani13th Jul 2018

Pan masala flevour ice cream ના વિશે

Ingredients to make Pan masala flevour ice cream in gujarati

  • ૫૦૦ ગ્રામ મલાઈ
  • ૧ ગ્લાસ દૂધ
  • વેનીલા કસ્ટર્ડ પાવડર ૧ નાની ચમચી
  • ૨ પાન
  • ૧ ચમચી ગુલકંદ
  • ૧ ચમચી વરિયાળી
  • ૫ બદામ
  • ખાંડ દળેલી ૧ મોટી વાટકી
  • ટૂટી ફ્રુટી નાની અડધી વાટકી
  • ડ્રાય ફ્રૂટ્સ અડધી નાની વાટકી
  • કિસમિસ

How to make Pan masala flevour ice cream in gujarati

  1. સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવા મુકો.
  2. ૧ વાટકી માં ૪ ચમચી દૂધ લઈ તેમાં કસ્ટર્ડ પાવડર ઉમેરી ને સારી રીતે મિક્સ કરો.
  3. દૂધ માં ઉભરો આવતાજ તેમાં પાવડર વાળું મિશ્રણ ઉમેરી ને સારી રીતે ચલાવતા રહો જેથી દૂધ માં ગંઠા ના બને.
  4. દૂધ ઘટ્ટ થતા જ ગેસ બંધ કરો અને દૂધ ને ઠંડુ થવા દો.
  5. હવે મિક્સચર માં પાન, વરીયાળી, ગુલકંદ,બદામ નાખી ને સારી રીતે પીસી લો.
  6. હવે મલાઈ ને એક તપેલી માં કાઢીને તેમાં મિક્ષી થી ક્રીમ બનાવો.
  7. મલાઈ માં દૂધ,દળેલી ખાંડ,પાન નો મસાલો ઉમેરી ને સારી રીતે મીક્સ કરો.
  8. હવે તેને એક ડબ્બા માં ૧ કલાક માટે જમાવવા માટે મુકો.
  9. ૧ કલાક પછી તેને બહાર કાઢીને ફરી થી મિક્ષી વડે મિક્સ કરો.તેમાં ડ્રાઇ ફ્રૂટ્સ અને ટૂટી ફ્રુટી ઉમેરી ને ફરી થી ૭ કલાક માટે ફ્રીઝ માં જમાવવા મુકો.
  10. ૭ કલાક બાદ આપણી ટેસ્ટી આઈસ ક્રીમ તૈયાર થઈ જાશે. ઉપર ડ્રાય ફ્રૂટ્સ અને ટૂટી ફ્રુટી નાખીને સર્વે કરો.

Reviews for Pan masala flevour ice cream in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pan masala flevour ice cream in gujarati

  • પાન ગુલકંદ પિસ્તાચીઓ આઈસ ક્રીમ.

    1 likes