હોમ પેજ / રેસિપી / પાન-મસાલા ફ્લેવર આઈસ ક્રીમ

Photo of Pan masala flevour ice cream by Jyoti Adwani at BetterButter
892
2
0.0(0)
0

પાન-મસાલા ફ્લેવર આઈસ ક્રીમ

Jul-13-2018
Jyoti Adwani
480 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાન-મસાલા ફ્લેવર આઈસ ક્રીમ રેસીપી વિશે

આઈસ ક્રીમ તો ખૂબ ખાધી હશે પણ એક વાર પાન મસાલા ફ્લેવર વાળી બનાવી જો જો .આ મારી પોતાની ઇનોવેટિવ આઈસ ક્રીમ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ગુજરાત
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. ૫૦૦ ગ્રામ મલાઈ
  2. ૧ ગ્લાસ દૂધ
  3. વેનીલા કસ્ટર્ડ પાવડર ૧ નાની ચમચી
  4. ૨ પાન
  5. ૧ ચમચી ગુલકંદ
  6. ૧ ચમચી વરિયાળી
  7. ૫ બદામ
  8. ખાંડ દળેલી ૧ મોટી વાટકી
  9. ટૂટી ફ્રુટી નાની અડધી વાટકી
  10. ડ્રાય ફ્રૂટ્સ અડધી નાની વાટકી
  11. કિસમિસ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવા મુકો.
  2. ૧ વાટકી માં ૪ ચમચી દૂધ લઈ તેમાં કસ્ટર્ડ પાવડર ઉમેરી ને સારી રીતે મિક્સ કરો.
  3. દૂધ માં ઉભરો આવતાજ તેમાં પાવડર વાળું મિશ્રણ ઉમેરી ને સારી રીતે ચલાવતા રહો જેથી દૂધ માં ગંઠા ના બને.
  4. દૂધ ઘટ્ટ થતા જ ગેસ બંધ કરો અને દૂધ ને ઠંડુ થવા દો.
  5. હવે મિક્સચર માં પાન, વરીયાળી, ગુલકંદ,બદામ નાખી ને સારી રીતે પીસી લો.
  6. હવે મલાઈ ને એક તપેલી માં કાઢીને તેમાં મિક્ષી થી ક્રીમ બનાવો.
  7. મલાઈ માં દૂધ,દળેલી ખાંડ,પાન નો મસાલો ઉમેરી ને સારી રીતે મીક્સ કરો.
  8. હવે તેને એક ડબ્બા માં ૧ કલાક માટે જમાવવા માટે મુકો.
  9. ૧ કલાક પછી તેને બહાર કાઢીને ફરી થી મિક્ષી વડે મિક્સ કરો.તેમાં ડ્રાઇ ફ્રૂટ્સ અને ટૂટી ફ્રુટી ઉમેરી ને ફરી થી ૭ કલાક માટે ફ્રીઝ માં જમાવવા મુકો.
  10. ૭ કલાક બાદ આપણી ટેસ્ટી આઈસ ક્રીમ તૈયાર થઈ જાશે. ઉપર ડ્રાય ફ્રૂટ્સ અને ટૂટી ફ્રુટી નાખીને સર્વે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર