Photo of Bari by Bhumika Gandhi at BetterButter
95
4
0.0(0)
0

બરી

Jul-14-2018
Bhumika Gandhi
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બરી રેસીપી વિશે

આ એક એવી રેસિપી છે કે સ્પેશિયલ દૂધ માંથી બને છે. ગાય વિયાય એટલે એનું જે પહેલું દૂધ આવે એ દૂધ માંથી બને .પણ બધી જગ્યાએ એ દૂધ મળતું નથી તો આપણે એ દૂધ વગર કઈ રીતે સ્વાદિષ્ટ બરી બને છે તે શીખીએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧/૨ લિટર દૂધ
  2. ૧૦ ગ્રામ અગર અગર
  3. ૧/૨ કપ ખાંડ (સ્વાદ પ્રમાણે તમે વધારે / ઓછું લઈ શકો)
  4. ૧/૨ નાની ચમચી એલચી પાવડર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ અગર અગર ને ગરમ પાણી માં ૧૦ મિનીટ માટે ઓગળવા મુકો.
  2. હવે દૂધ ને એક પેન માં ઉકળવા મુકો.
  3. ૨ મિનીટ પછી તેમાં ખાંડ નાખી ફરીથી ૨/૩ મિનીટ માટે ઉકાળો.
  4. ૧૦ મિનીટ પછી અગર અગર ને એક તપેલી માં ઓગળવા મુકો તેને ત્યાં સુધી ચલાવો કે પાણી અને અગર અગર એક બીજા માં મિક્સ થઈ જાય અને પ્રવાહી માં ફેરવાઈ જાય.
  5. હવે તેને ઉકળતા દૂધ માં ધીરે ધીરે નાખતા જાવ અને ચલાવતા જાઓ.
  6. ૨/૩ મિનીટ પછી ગેસ બંધ કરી ઠંડુ કરવા મુકો.
  7. પછી તેમાં એલચી પાવડર નાંખી ચલાવો એટલે બરાબર મિક્ષ થઈ જાય.
  8. હવે તેને તમે જે આકાર આપવો હોય તે વાસણ માં રેડો.
  9. મેં તેને મફીન ડીશ નો આકાર આપ્યો છે.
  10. હવે તેને ફ્રીઝ માં ૧ કલાક માટે મુકો.
  11. પછી તેને અનમોલ્ડ કરી પીરસો.
  12. સ્વાદ માં ખુબજ સરસ લાગે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર