હોમ પેજ / રેસિપી / મિલ્ક પાવડર બરફી

Photo of Milk powder barfi by Chandni Joshi at BetterButter
1018
1
0.0(0)
0

મિલ્ક પાવડર બરફી

Jul-14-2018
Chandni Joshi
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિલ્ક પાવડર બરફી રેસીપી વિશે

આ બરફી માં ના તો માવો જોઈએ ના તો કન્ડેન્સ મિલ્ક(મીઠાઈ મેટ) ઘર માં હજાર સામગ્રી થી જ બની જાય એવી આ રેસિપી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1.5 કપ મિલ્ક પાવડર
  2. 2 ટી સ્પૂન ઘી
  3. 1/2 કપ દૂધ
  4. 1/2 કપ દળેલી ખાંડ
  5. ચપટી એલચી નો ભૂકો
  6. ગાર્નિશ માટે ડ્રાય ફ્રૂટ્સ નો ભુક્કો

સૂચનાઓ

  1. 1.સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ કરો ઘી ગરમ થઇ એટલે તેમાં દૂધ ઉમેરો હવે તેમાં મિલ્ક પાવડર અને દળેલી ખાંડ ઉમેરી એક સરખું હલાવો કણી ના પડવી જોઈએ એમ.
  2. 2.હવે ગેસ સ્લો કરી એકધારું10 મિનિટ ધીમા તાપે હલાવો.
  3. 3.કણક જેવું જાડું મિશ્રણ થઈ જશે
  4. 4હવે તેમાં એલચી નો ભુક્કો ઉમેરી મિક્સ કરો.
  5. 5 હવે ઘી થી ગ્રીસ કરેલી 1 પ્લેટ માં મિશ્રણ પાથરો તેના પર ડ્રાય ફ્રૂટ્સ નો ભૂકો ભભરાવી વાટકી વડે પ્રેસ કરી દો.
  6. 6 હવે મિશ્રણ ઠંડુ થાઈ એટલે ચપ્પુ વડે કાપા પાડી બરફી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર