હોમ પેજ / રેસિપી / ચુલબુલી વમિઁસેલી ખીર

Photo of Chulbuli Vermicelli Kheer by Dimpal Patel at BetterButter
495
3
0.0(0)
0

ચુલબુલી વમિઁસેલી ખીર

Jul-14-2018
Dimpal Patel
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચુલબુલી વમિઁસેલી ખીર રેસીપી વિશે

વમિઁસેલી ખીરને એક નવું રૂપ આપવાનો મેં પ્રયાસ કર્યો છે. ખીરમાં ખાંડને બદલે મિલ્કમેઇડ વાપર્યું છે સાથે સાથે જેલીને કારણે ખીરનો સ્વાદ લાજવાબ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. દૂધ - ૨ કપ
  2. વમિઁસેલી - ૧/૪ કપ
  3. મિલ્કમેઇડ - ૧/૪ કપ
  4. ઘી - ૧ નાની ચમચી
  5. રવો - ૧ નાની ચમચી
  6. કાપેલી બદામ - ૨ મોટી ચમચી
  7. એલચીનો પાવડર - ૧/૪ નાની ચમચી
  8. મિક્સ ફ્રુટ જેલી - ૧/૨ કપ
  9. ચેરી ડેકોરેશન માટે

સૂચનાઓ

  1. એક નોનસ્ટિક પેણીમાં ઘી ગરમ કરવું. પછી તેમાં રવો નાંખવો.ધીમા તાપે ૨ મિનિટ માટે સાંતારવો.
  2. ત્યાર પછી તેમાં વમિઁસેલી ઉમેરવી. ફરી ૨ મિનિટ સાંતળવું.
  3. પછી તેમાં ધીમે ધીમે દૂધ ઉમેરવું. સતત હલાવતા રહેવું.
  4. એક ઉભરો આવે એટલે મિલ્કમેઇડ , કાપેલી બદામ અને એલચીનો પાવડર ઉમેરવો. ૨ થી ૩ ઉભરા આવે પછી ગેસ બંધ કરવો. સામાન્ય તાપમાને આવે પછી ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકવું.
  5. ઠંડુ થાય પછી તેમાં જેલી ઉમેરવી.
  6. એક ગ્લાસમાં ખીર ભરવી. ઉપરથી જેલી , કાપેલી બદામ અને ચેરીથી સજાવવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર