હોમ પેજ / રેસિપી / પનીર લઝાન્યા

Photo of Paneer lasagna by Urvashi Belani at BetterButter
661
4
0.0(0)
0

પનીર લઝાન્યા

Jul-15-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર લઝાન્યા રેસીપી વિશે

લઝાન્યા એ ઇટાલિયન રેસિપી છે જે લઝાન્યા શીટ માંથી બનાવવા માં આવે છે. પરંતુ અહીં આ રેસીપી ને ઈનોવેટિવ કરવા લઝાન્યા શીટ ની જગ્યા પર પનીર ની સ્લીસેસ નો ઉપયોગ કર્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ

સામગ્રી સર્વિંગ: 2

  1. 250ગ્રામ પનીર ની સ્લીસેસ (બાઉલ આકાર માં કાપેલી)
  2. 1/4 કપ બાફેલા સ્વીટ કોર્ન
  3. 1/4 કપ બાફેલા વટાણા
  4. 1/4 કપ સમારેલી પાલક
  5. 1/4 કપ નાના ટુકડા માં કાપેલું શિમલા મિર્ચ
  6. 1ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
  7. 1ટીસપુન ઓરેગાનો
  8. આવશકતાનુસર પ્રોસેસ ચીઝ
  9. આવશકતાનુસર મોઝેરેલા ચીઝ
  10. વ્હાઇટ સોસ માટે:
  11. 2 ટેબલ સ્પૂન માખણ
  12. 2 ટેબલ સ્પૂન મેંદો
  13. 1 કપ દૂધ
  14. સ્વાદાનુસાર નમક
  15. 1/4 ટીસપૂન કાળી મરી પાવડર
  16. 2 ચમચા છીણેલું ચીઝ
  17. રેડ સોસ માટે:
  18. 2 ચમચા પીઝા ટોપિંગ
  19. 2 ચમચા ટોમેટો સોસ
  20. 1/2 ટીસપુન ચીલી ફ્લેક્સ
  21. 1/2 ટીસપુન ઓરિગેનો

સૂચનાઓ

  1. રેડ સોસ માટે બધી સામગ્રી ને એક વાટકા માં નાખી બરાબર મિક્ષ કરો.
  2. વ્હાઇટ સોસ માટે એક નોનસ્ટિક પેન માં માખણ ગરમ કરી મેંદો નાખો. 2 મિનિટ શેકી પછી ધીરે ધીરે તેમાં દૂધ નાખો.થોડું ગાઢું થાય ત્યારે નમક,કાળી મરી પાવડર અને ચીઝ નાખી બરાબર મિક્ષ કરો.
  3. વ્હાઇટ સોસ ના બે ભાગ કરો. એક ભાગ માં સ્વીટ કોર્ન, વટાણા, પાલક અને શિમલા મિર્ચ નાખી 2 મિનિટ ધીમા તાપે રાખો. ક્રીમી વેજ તૈયાર છે.
  4. એક બાઉલમાં પનીર સ્લાઈસ મૂકી તેના પર રેડ સોસ લગાવો પછી તેના પર ક્રિમી વેજ ની લેયર બબાવો.હવે વ્હાઇટ સોસ, ચીલી ફ્લેક્સ, ઓરિગેનો નાખો. ફરી થી પનીર,રેડ સોસ, ક્રિમી વેજ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખો.
  5. આમ બે થી ત્રણ લેયર બનાવો. સૌથી ઉપર પનીર ની સ્લાઈસ મૂકી પ્રોસેસ ચીઝ, મોઝેરેલા ચીઝ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો.
  6. 180ડિગ્રી પર 10 થી 15 મિનિટ સુધી પ્રિહિટ ઓવન માં બેક કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર