હોમ પેજ / રેસિપી / મલાઈ સંદેશ

Photo of Malai sandesh by Urvashi Belani at BetterButter
580
4
0.0(0)
0

મલાઈ સંદેશ

Jul-15-2018
Urvashi Belani
1 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મલાઈ સંદેશ રેસીપી વિશે

આ રેસીપી પશ્ચિમ બંગાળ ની પ્રખ્યાત મીઠાઈ છે જે નાના મોટા બધા ને ભાવે છે.

રેસીપી ટૈગ

  • પશ્ચિમ બંગાળ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 લીટર દૂધ(પનીર બનાવવા માટે)
  2. 1 લીંબુ નો રસ
  3. 1/4 કપ દૂધ
  4. 1/2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  5. 1 ટેબલ સ્પૂન ખાંડ
  6. ચેરી ( ગાર્નિશીંગ માટે)
  7. પેપર કપ્સ

સૂચનાઓ

  1. દૂધ ને ઉકળવા મુકો, જ્યારે દૂધ માં ઉભરો આવે ત્યારે લીંબૂ નો રસ નાખો.દૂધ ફાટી જાય ત્યારે ગેસ બંદ કરી દો.
  2. પનીર ને કપડાં માં કાઢી પાણી ને અલગ નીતારી દો. ઠંડા પાણીથી બે-ત્રણ વાર ધોઈ ને પછી નિચોડી ને બધું પાણી કાઢી લો.
  3. પનીર ને હાથ થી મસળી ને નરમ બનાવો.
  4. એક વાસણ માં દૂધ અને ખાંડ નાખી ગરમ કરવા મુકો. જ્યારે દૂધ માં ઉભરો આવે ત્યારે કન્ડેન્સ્ડ મિલ્ક અને નરમ પનીર નાખો.
  5. ધીમી આંચ પર મુકો અને થોડું ગાઢું થાય ત્યારે ગેસ બંદ કરી દો.
  6. થોડું ઠંડુ પડે ત્યારે સંદેશ નો આકાર આપી ઉપર ચેરી લગાવી પેપર કપ્સ માં મૂકી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર