હોમ પેજ / રેસિપી / ઇરાની ચાય ( દમ ચાય)

Photo of Irani tea by Apeksha's Kitchen at BetterButter
524
2
0.0(0)
0

ઇરાની ચાય ( દમ ચાય)

Jul-16-2018
Apeksha's Kitchen
0 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇરાની ચાય ( દમ ચાય) રેસીપી વિશે

આ ચા મુખ્ય રીતે ઈરાની હોટલમાં મળે છે. તેને બનાવવા ની પ્રોસેસ થોડી લાંબી છે. આ ચા હૈદરાબાદી બિરયાની ની જેમ દમ આપીને બનાવવામાં આવે છે. મુખ્ય રીતે હૈદરાબાદમાં વધુ મળે છે. તો આજે આપણે જાણીએ કે આ ચા ઘરે કેવી રીતે બનાવી શકાય.

રેસીપી ટૈગ

  • ઈરાનિયન
  • સામાન્ય
  • ઉકાળવું
  • ગરમ પીણાં

સામગ્રી સર્વિંગ: 6

  1. 6 કપ પાણી
  2. 6 ચમચી ચા પત્તી
  3. 6 ચમચી ખાંડ
  4. 2 1/2 કપ દૂધ
  5. 25 ગ્રામ માવો
  6. 2,3 ઈલાયચી

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક હાંડી લેવી તેમાં પાણી, ચા પત્તી અને ખાંડ નાખી દેવી.
  2. હવે હાંડી ઢાંકી ને લોટ વડે તેને સીલબંધ કરી દો અને 30 થી 45 મિનિટ માટે ઉકળવાદો.
  3. બીજી બાજુ એક તપેલીમાં દુધ ઉકળવા મુકો. તેમાં માવો અને ઈલાયચી નાખો.
  4. દુધ ઉકળે એટલે ગેસ બંધ કરીદો.
  5. 30 મિનિટ પછી હાંડી નું સીલ ખોલી ઢાકણ કાઢી લો. ચા ગાળી લો.
  6. ચા મા તૈયાર કરેલ દુધ ઉમેરી ગરમાગરમ બિસ્કીટ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર