હોમ પેજ / રેસિપી / નારિયેળ નાં લાડુ

Photo of Coconut Laddoo by Rhiya Haldar at BetterButter
599
5
0.0(0)
0

નારિયેળ નાં લાડુ

Jul-16-2018
Rhiya Haldar
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નારિયેળ નાં લાડુ રેસીપી વિશે

આ લાડુ મેં મારા સાસુ પાસે થી શીખેલા. જ્યારે તમે પરદેશમાં રહો ત્યારે તમને તમારાં કલ્ચર અને ત્યાંના ફૂડ વધારે યાદ આવે છે. આ લાડુ મેં મારા પાડોશી ને ગિફ્ટ આપવા માટે બનાવ્યાં અને મને ઉમ્મીદ ના હતી પણ તેમને આ બહુ જ ગમ્યા. તમે પણ જરૂર ટ્રાઈ કરજો કોઈક ને ખુશ કરવા માટે. હેપ્પી કુકીંગ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • દક્ષિણ ભારતીય
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 6

  1. દૂધ 1 1/2 કપ
  2. નારિયેળ છીણેલું 2 કપ
  3. ખાંડ 1/2 કપ
  4. ડ્રાય ફ્રૂટ્સ (તમારી ચોઇસ ના) 2 મોટી ચમચી
  5. એલચી નો ભૂકો 1 નાની ચમચી
  6. છીણેલું નારિયેળ ગાર્નીશ માટે

સૂચનાઓ

  1. એક મોટા વાસણ માં દૂધ અને નારિયેળ નાખી એને મીડિયમ આંચ પર કૂક થવા દો.
  2. ચમચા વડે બરાબર મિક્સ કરતા રહો જ્યાં સુધી નારિયેળ અને દૂધ એક થઈ જાય.
  3. હવે ખાંડ નાખી એને હલાવતા રહો. શરૂઆત માં મિશ્રણ પાણી જેવું લાગશે પણ તમે ચલાવતા રહેશો તો એ ધીમે ધીમે ઘટ્ટ થશે.
  4. એમાં ડ્રાય ફ્રૂટ્સ અને એલચી પાવડર નાખી મિક્સ કરી લો.
  5. ફ્લેમ ને લો પર રાખો.
  6. જ્યારે મિશ્રણ ક્રમ્બલ જેવું લાગવા માંડે ત્યારે તેને એક પ્લેટ કે થાળી માં કાઢી લો અને તેને ઠન્ડું થવા દો.
  7. હવે આ મિશ્રણ માંથી લીંબુ ની સાઈઝ ના બોલ બનાવો.
  8. બોલ ને છીણેલા નારિયેળ માં રોલ કરો.
  9. નારિયેળ નાં લાડુ તૈયાર છે. તમે એને વાર તહેવારે પણ બનાવી શકો છો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર