Open in app

પીઝા પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Chandni Joshi16th Jul 2018

Pizza paratha ના વિશે

Ingredients to make Pizza paratha in gujarati

  • પરાઠા માટે 1 મોટું બાઉલ ઘઉં નો લોટ
  • મીઠુ સ્વાદ અનુસાર
  • 2 થી 3 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ
  • સ્ટફિંગ માટે
  • 1 મોટું બાઉલ ખમણેલું ચીઝ
  • 1 કપ ડુંગળી ઝીણી સમારેલી
  • 1 કપ ઝીણું સમારેલ કેપ્સીકમ
  • 1 કપ ખમણેલું ગાજર
  • 1 વાટકી ઝીણી સમારેલ કોબી
  • 4 ચમચી પિઝા સોસ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ટી સ્પૂન ઓરેગાનો
  • 1/2 ટી સ્પૂન મરી પાવડર
  • 1/2 ટી સ્પૂન ચીલ્લી ફલેકસ
  • 1/2 ટી સ્પૂન પાવભાજી મસાલો

How to make Pizza paratha in gujarati

  1. 1 ઘઉં નાં લોટ માં મીઠું અને તેલ નાખી જરૂર મુજબ પાણી નાખી મીડીયમ કણક તૈયાર કરો.હવે એને 15 મિનીટ ઢાંકી ને સાઈડ માં રાખો.
  2. 2 ત્યાં સુધી માં સ્ટફિન્ગ તેયાર કરી લો. ઍક મોટા બાઉલ માં ચીઝ નાખો હવે તેમાં સમારેલા વેજીટેબલસ ઉમેરી મિક્સ કરો.હવે તેમાં જરૂર મુજબ મીઠું, ચીલી ફલેકસ,ઓરેગાનો,મરી પાવડર,પાવભાજી મસાલો આ બધું નાખી બધું સરખી રીતે મિક્સ કરો.
  3. 3 હવે બાંધેલા કણક માંથી મોટુ લુંઓ લો.તેને કોરા ઘઉં નાં લોટ માં રગદોળી મોટી અનેં જાડી રોટલી વણો
  4. 4 હવે તેનાં પર પિઝા સોસ સ્પેડ કરો. પછી બનાવેલું સ્ટફિન્ગ અડધી રોટલી માં પાથરો બાકી ની અડધી રોટલી થી પેક કરી દો.
  5. 5 કાંટા ચમચી વડે પરાઠા સીલ કરી દો હવે નોનસ્ટિક પેન માં થોડુ તેલ મુકી બને બાજુ થી મીડીયમ હાઈ ફલેમ પર પરાઠા ગોલ્ડન બ્રાઉન શેકી લો.
  6. 6 વચ્ચે થી કટ કરી સોસ અથવા દહીં સાથે સર્વ કરો.
  7. 7 બાળકો જે વેજીટેબલસ નાં ખાતા હોઇ એ આમાં નાખી અને આપી શકાઈ બટર માં પણ શેકી શકાઈ

Reviews for Pizza paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pizza paratha in gujarati

  • રવા પીઝા

    2 likes
  • પીઝા પૂરી

    2 likes
  • રોટી પીઝા

    4 likes
  • પીઝા મઠરી

    6 likes
  • મેગી પીઝા

    4 likes
  • પીઝા મઠરી

    2 likes