Open in app

લીલા વટાણા નો ચેવડો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Bharti Khatri16th Jul 2018

Lila Vatana no Chewdo ના વિશે

Ingredients to make Lila Vatana no Chewdo in gujarati

  • ૪૦૦ ગ્રામ લીલા વટાણા
  • ૫૦ ગ્રામ સિંગદાણા
  • ૨૦૦ ગ્રામ (ml) દુધ
  • ૧ ચમચો આદુ મરચા વાટેલા
  • મીંઠુ સ્વાદમુજબ
  • ૧/૨ ચમચી રાઈ
  • ૧/૨ ચમચી જીરુ
  • ચપટી હીંગ
  • ૨ લાંબા કાપેલા લીલા મરચા
  • ૧ ચમચો ઝીણી કાપેલી કોથમીર
  • ૧ ડાળી કઢીલીમડો
  • ૧ ચમચો કોપરા ની છીણ
  • ૧ ચમચી સૂકી દ્રાક્ષ
  • ૧ ચમચી ખાંડ
  • ઝીણી સેવ જરૃરીયાત મુજબ
  • તેલ પ્રમાણસર

How to make Lila Vatana no Chewdo in gujarati

  1. વટાણા લેવા.
  2. મિક્સર મા પીસી લેવા.
  3. તેલ ગરમ કરવુ.
  4. તેમા રાઈ જીરુ તટડાવી લેવુ.
  5. હવે કઢીલીમડો અને ચપટી હીંગ નાખવી.
  6. હવે પીસેલા લીલા વટાણા નાખવા.
  7. હવે મીંઠુ નાખવુ.
  8. હવે આદુ મરચા વાટેલા નાખવા અને હલાવતા રહેવુ અને શેકવુ.
  9. હવે બરાબર શેકાય જાય એટલે દુધ ઉમેરવુ.
  10. દુધ નાખી ને તળીયે ચોટે નહી એટલે હલાવતા રહેવુ.
  11. દુધ બધુ સમાય જાય એટલે વટાણા સરસ ચઢી જશે.
  12. હવે લાલ મરચુ પાઉડર, સુકી દ્રાક્ષ અને ખાંડ નાખી મિક્સ કરવુ અને થોડી વાર બાદ ગેસ બંધ કરી દેવો.
  13. હવે ડીશ મા પીરસવુ.
  14. હવે લીંબુનો રસ નાખી ને બરાબર મિક્સ કરવુ.
  15. હવે લીલા મરચા લાંબા કાપેલા, સિંગદાણા અને કોપરા ની છીણ પાથરવુ.
  16. હવે તેમા જરૂર પ્રમાણે ઝીણી ઝીણી સેવ અને કોથમીર ભભરાવવી.
  17. હવે તૈયાર છે લીલા વટાણા નો ચેવડો આપ એને ચા, કોફી અને દુધ સાથે સવાર ના નાસ્તા મા લઇ શકાય છે.

Reviews for Lila Vatana no Chewdo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Lila Vatana no Chewdo in gujarati

  • મકાઈ નો ચેવડો

    3 likes
  • રોટલી નો ચેવડો

    5 likes
  • બટાકા નો ચેવડો

    1 likes
  • રોટલી નો ચેવડો

    2 likes
  • લીલી મકાઇ નો ચેવડો

    2 likes
  • લીલા વટાણા ના ભજીયા

    2 likes