BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / લીલા વટાણા નો ચેવડો

Photo of Lila Vatana no Chewdo by Bharti Khatri at BetterButter
0
2
0(0)
0

લીલા વટાણા નો ચેવડો

Jul-16-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલા વટાણા નો ચેવડો રેસીપી વિશે

લીલા વટાણા નો ચેવડો ખૂબજ ટેસ્ટી હોય છે. આ ચેવડો લીલા વટાણા, દુધ, વાટેલા મરચા, આદુ ,કીસમિસ અને થોડા ડ્રાય મસાલા થી બનાવેલ છે. આપ સૌને પણ ખુબ પસંદ આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • શેકેલું
  • પીસવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૪૦૦ ગ્રામ લીલા વટાણા
  2. ૫૦ ગ્રામ સિંગદાણા
  3. ૨૦૦ ગ્રામ (ml) દુધ
  4. ૧ ચમચો આદુ મરચા વાટેલા
  5. મીંઠુ સ્વાદમુજબ
  6. ૧/૨ ચમચી રાઈ
  7. ૧/૨ ચમચી જીરુ
  8. ચપટી હીંગ
  9. ૨ લાંબા કાપેલા લીલા મરચા
  10. ૧ ચમચો ઝીણી કાપેલી કોથમીર
  11. ૧ ડાળી કઢીલીમડો
  12. ૧ ચમચો કોપરા ની છીણ
  13. ૧ ચમચી સૂકી દ્રાક્ષ
  14. ૧ ચમચી ખાંડ
  15. ઝીણી સેવ જરૃરીયાત મુજબ
  16. તેલ પ્રમાણસર

સૂચનાઓ

  1. વટાણા લેવા.
  2. મિક્સર મા પીસી લેવા.
  3. તેલ ગરમ કરવુ.
  4. તેમા રાઈ જીરુ તટડાવી લેવુ.
  5. હવે કઢીલીમડો અને ચપટી હીંગ નાખવી.
  6. હવે પીસેલા લીલા વટાણા નાખવા.
  7. હવે મીંઠુ નાખવુ.
  8. હવે આદુ મરચા વાટેલા નાખવા અને હલાવતા રહેવુ અને શેકવુ.
  9. હવે બરાબર શેકાય જાય એટલે દુધ ઉમેરવુ.
  10. દુધ નાખી ને તળીયે ચોટે નહી એટલે હલાવતા રહેવુ.
  11. દુધ બધુ સમાય જાય એટલે વટાણા સરસ ચઢી જશે.
  12. હવે લાલ મરચુ પાઉડર, સુકી દ્રાક્ષ અને ખાંડ નાખી મિક્સ કરવુ અને થોડી વાર બાદ ગેસ બંધ કરી દેવો.
  13. હવે ડીશ મા પીરસવુ.
  14. હવે લીંબુનો રસ નાખી ને બરાબર મિક્સ કરવુ.
  15. હવે લીલા મરચા લાંબા કાપેલા, સિંગદાણા અને કોપરા ની છીણ પાથરવુ.
  16. હવે તેમા જરૂર પ્રમાણે ઝીણી ઝીણી સેવ અને કોથમીર ભભરાવવી.
  17. હવે તૈયાર છે લીલા વટાણા નો ચેવડો આપ એને ચા, કોફી અને દુધ સાથે સવાર ના નાસ્તા મા લઇ શકાય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર