હોમ પેજ / રેસિપી / આઈસ્ક્રીમ પ્લેટર

Photo of Icecream platter by Hetal Sevalia at BetterButter
509
2
0.0(0)
0

આઈસ્ક્રીમ પ્લેટર

Jul-16-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આઈસ્ક્રીમ પ્લેટર રેસીપી વિશે

આજે આઈસ્ક્રીમ નો બેઝ લાવી છું.જે ટેસ્ટ માં બિલકુલ બહાર જેવો બનશે.500 ml દૂધ માથી 2 થી 2.5 લીટર જેટલો બનશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 500 ml ફૂલ ફેટ મિલ્ક
  2. 10 ટેબલ સ્પૂન સુગર
  3. 3 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર
  4. 1.5 ટેબલ સ્પૂન G.M.S પાવડર
  5. 1/2 ટી.સ્પૂન C.M.C પાવડર
  6. 1.5 ટેબલ સ્પૂન કોનૅફલોર
  7. 1/3 કપ નોનડેરી ક્રિમ
  8. 1/2 ટી. સ્પૂન વેનિલા એસન્સ

સૂચનાઓ

  1. આ બંને પાવડર જરૂરી છે જે આઈસ્ક્રીમ ને ફૂલવામા મદદ કરશે. નોનડેરી ક્રિમ ના બદલે ઘરની મલાઈ પણ વાપરી શકાય છે. પરંતુ સારું રિઝલ્ટ ક્રિમ થી જ આવશે. સૌપ્રથમ દૂધમાં થી 200ml દૂધ અલગ કરી બાકીના દૂધમાં સુગર ઉમેરી ગેસ પર મૂકો.અલગ કાઢેલા દૂધમાં ક્રિમ,એસન્સ સિવાય ની સામગ્રી ઉમેરી બોસ મશીન ફેરવી લો.સુગર ઓગળી જાય એટલે ઉપર નું મિશ્રણ ઉમેરી હલાવતા રહો જેથી દાઝી ના જાય. 2 ઉબાલ લાવી. ઠંડું પાડો.પછી એરટાઈટ ડબ્બામાં ભરી 7 થી 8 કલાક માટે ફ્રિઝર માં મૂકો.
  2. ફ્રિઝર માં થી ડબ્બો કાઢીને 2 મિનિટ બહાર રાખી તવેથા થી પીસ પાડી એક તપેલીમાં લો.લિક્વિડ ના કરવું. તપેલી 3 લિટર ની લેવી.હવે ઈલેક્ટ્રિક બિટર થી બિટ કરવા નું ચાલુ કરવું. શરૂઆત માં થોડી તકલીફ પડશે પરંતુ ચિલ્ડ જ બિટ કરવું.5 મિનીટ બિટ કયૉ પછી 1 મિનિટ નો રેસ્ટ આપવો.
  3. હવે તેમાં ક્રિમ અને એસન્સ ઉમેરી 2 મિનિટ માટે બિટ કરી લો. ક્રિમ પણ એકદમ ચિલ્ડ જ વાપરવું.તેને એરટાઈટ ડબ્બામાં ભરી 8 કલાક માટે ફ્રિઝર માં સેટ કરો.આ બેઝ આઈસ્ક્રીમ રેડી છે.બીજા ફલેવડૅ આઈસ્ક્રીમ બનાવવા માટે 2 ભાગ આઈસ્ક્રીમ બેઝ અને એક ભાગ ફ્રૂટ પલ્પ અને એસન્સ ઉમેરવું.
  4. સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ બનાવવા માટે 1 કપ સ્ટ્રોબેરી પીસ માં2 ટેબલ સ્પૂન સુગર ઉમેરી ચનૅ કરી લો.2 કપ બેઝ માં પલ્પ ,ઈમલ્ઝન,સ્ટ્રોબેરી ના પીસ ઉમેરી ડબ્બામાં ભરી સેટ કરી લો.
  5. બટરસ્કોચ બનાવવા માટે બેઝ માં બટરસ્કોચ એસન્સ,બટરસ્કોચ ના દાણા અધકચરા વાટેલા, ચપટી જલેબી નો કલર ઉમેરી સેટ કરી લો.
  6. એક ડીશ માં બંને આઈસ્ક્રીમ મૂકી ઉપર થીચોકલેટ ચિપ્સ, સ્ટ્રોબેરી અથવા ચેરી ના પીસ,ચોકલેટ સિરપ,રેડો.વેફર સ્ટીક થી ગાનિશ કરી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર