Open in app

કનાફે

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  45 min
પીરસવું  6 people
Divya Chetnani16th Jul 2018

kanafeh ના વિશે

Ingredients to make kanafeh in gujarati

  • ૨ કપ સફેદ શેકેલી સેવ
  • ૧/૨ કપ માખણ
  • ૧.૧/૨ કપ દૂધ
  • ૨ મોટી ચમચી કોર્ન- ફ્લોર
  • ૨ મોટી ચમચી ખાંડ
  • ૪ ચમચા દૂધ
  • ૧ નાની ચમચી એલચી પાવડર
  • ૨ ચીઝ ક્યૂબ
  • ૧ ગ્લાસ પાણી
  • ૧ કપ ખાંડ
  • જીણા સમારેલા પિસ્તા

How to make kanafeh in gujarati

  1. સૌ પ્રથમ એક વાટકા માં સફેદ શેકેલી સેવ (જે આપડે સેવૈયાં માં વાપરીએ છીએ) લઈ બરાબર ચૂરો કરો. અને માખણ નાખી બરાબર મિક્સ કરો.
  2. એક પેન માં દૂધ નાખો.૨ વાર ઉકળી જાય એટલે ૨ મોટા ચમચા ખાંડ નાખો અને મધ્યમ કે વધારે તાપ પર ઉકાળો.
  3. શુદ્ધ અડધુ થઈ જાય એટલે ૧/૨ નાની ચમચી એલચી પાવડર નાખી હલાવો
  4. હવે એક વાટકી માં ૪ ચમચા દૂધ અને ૨ મોટા ચમચા કોર્ન ફ્લોર નાખી મિકસ કરો અને બરાબર હળવો જ્યાં સુધી ઘટ થઈ જાય. ગેસ બંધ કરી ઠંડુ થવા દો.
  5. હવે બનાવેલી ક્રીમ માં ચીઝ ખમણી ને નાખો અને મિક્સ કરો.
  6. હવે એક નોનસ્ટિક પેન કે બેકિંગ ટ્રે માં સેવ નાખો અને એને બરાબર ગોઠવી નાખો. એની ઉપર ક્રીમ નાખો અને પાછા એક લેયર સેવ ની નાખો. ચારેબાજુ થી પણ કવર કરી દો.
  7. હવે પેન ને ઓછા તાપે ૧૦ મિનિટ ઠાંકી મૂકો, અને પછી પલટાવી ને પાછા ૧૦ મિનિટ ઠાંકી દો.
  8. એક પેન માં ૧ ગ્લાસ પાણી અને ૧ કપ ખાંડ નાખી એક તાર ની ચાશની બનાવો. એલચી પાઉડર નાખી મિક્સ કરો.
  9. હવે પેન નો ગેસ બંદ કરો અને બનાવેલા કેક ની ઉપર ચાશની રેડી દો.૨ ચમચા રેવા દેવું.
  10. હવે આખી ચાશની સુકાઈ જાય ત્યારે કેક ને પલટાવી બચાવેલી ચાશની એની ઉપર રેડી દો.
  11. સમારેલા પિસ્તા નાખી ગરમ પરોસો.

Reviews for kanafeh in gujarati (0)

No reviews yet.

Recipes similar to kanafeh in gujarati