Open in app

પનીર જેલો કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  180 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  6 people
Urvashi Belani16th Jul 2018

Paneer jello cake ના વિશે

Ingredients to make Paneer jello cake in gujarati

  • 1 અને 1/2 લીટર દૂધ
  • 1 લીંબુ નો રસ
  • 1 કપ ફ્રેશ ક્રીમ
  • 2 નાના ચમચા દહીં
  • 1/2 કપ દળેલી ખાંડ
  • 1/4 કપ કન્ડેન્સ્ડ મિલ્ક
  • 1 ટી.સ્પૂન વેનીલા એસેન્સ
  • 20 ગ્રામ ચાઇના ગ્રાસ
  • 1 પેકેટ સ્ટ્રાબેરી જેલી
  • 1 પેકેટ બ્લેક કરંટ જેલી
  • 2 વેનીલા સ્પન્જ કેક ની સ્લાઈસ( નાના કેક પોર્ટ ના માપ ની)
  • 1 મોટો કેક પોર્ટ
  • 1 નાનો કેક પોર્ટ

How to make Paneer jello cake in gujarati

  1. દૂધ ને ઉકળવા મુકો, જ્યારે દૂધ માં ઉભરો આવે ત્યારે લીંબુનો રસ નાખો. દૂધ ફાટી જાય ત્યારે ગેસ બંધ કરી દો.
  2. પનીર ને કપડાં માં કાઢી પાણી નીતારી દો પછી ઠંડા પાણી થી બે-ત્રણ વાર ધોઈ કપડું નિચોવી બધું પાણી કાઢી લો.
  3. પનીર ને હાથ વડે મસળી ને નરમ કરી દો.
  4. ચાઈના ગ્રાસ ને 2 કપ પાણી માં પલાળી દો.
  5. મિક્સર ની જાર માં પનીર,ખાંડ,દહીં, ફ્રેશ ક્રીમ,કન્ડેન્સ્ડ મિલ્ક અને એસેન્સ નાખી બરાબર મિક્ષ કરો.
  6. આ મિશ્રણ ના બે ભાગ કરી દો.
  7. સ્ટ્રાબેરી જેલી ને પેકેટ અનુસાર નાના કેક પોર્ટ ની સાઈઝ માં સ્લાઈસ માં જમાવો.
  8. મોટા કેક પોર્ટ માં વેનીલા કેક ની એક સ્લાઈસ મુકો.
  9. ચાઇના ગ્રાસ માંથી અડધું ચાઇના ગ્રાસ(પાણી સાથે) ઉકળવા મુકો.
  10. જ્યારે ચાઇના ગ્રાસ ઓગળી જાય ત્યારે તેને પનીર મિશ્રણ ના એક ભાગ માં ઉમેરી બરાબર મિક્ષ કરો. હવે તેને વેનીલા કેક પર ધીરે થી રેડી પછી ફ્રીઝ માં 1 કલાક સેટ કરવા મુકો.
  11. હવે તેના પર સ્ટ્રોબેરી ની જેલી મુકો, પછી વેનીલા કેક ની બીજી સ્લાઈસ મુકો.
  12. બાકી બચેલા ચાઈના ગ્રાસ ને પણ ગરમ કરી ઓગળી દો અને બાકી ના પનીર મિશ્રણ માં ઉમેરી વેનીલા કેક પર રેડી દો. તેને ફરી થી 1 કલાક ફ્રીઝ માં સેટ કરવા મુકો.
  13. બ્લેક કરંટ જેલી ને પણ પેકેટ અનુસાર બનાવી સેટ થયેલા પનીર કેક પર રેડીને ફ્રીઝ માં 1/2 કલાક સેટ થવા દો.
  14. તૈયાર પનીર કેકને કટ કરી સર્વ કરો.

Reviews for Paneer jello cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer jello cake in gujarati

  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes