હોમ પેજ / રેસિપી / પનીર પોપકોર્ન

Photo of Paneer popcorn by Hetal Sevalia at BetterButter
859
2
0.0(0)
0

પનીર પોપકોર્ન

Jul-16-2018
Hetal Sevalia
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર પોપકોર્ન રેસીપી વિશે

આ રેસિપી ઈઝી અને ટેસ્ટી છે. બાળકો ની બથૅ ડે પાર્ટી અને કિટ્ટી પાર્ટી માટે તો બેસ્ટ રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 3

  1. 200 ગ્રામ પનીર
  2. 6 ચમચી ઘટ્ટ દહીં
  3. 2 ચમચી બેસન
  4. 1/2 ચમચી લસણ ની પેસ્ટ
  5. 1/4 ચમચી હળદર
  6. 1/2 ચમચી આદું ની પેસ્ટ
  7. 1/2 ચમચી લાલમરચુ
  8. 1/2 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  9. 1/2 ચમચી તંદુરી મસાલો
  10. 1/2 ચમચી ગરમ મસાલો
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 60 ગ્રામ આલુ ભુજીયા

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક બાઉલમાં પનીર ના ટુકડા ,દહીં, બેસન,બધા મસાલા મિક્સ કરી અડધો કલાક ફ્રિજમાં મેરીનેટ કરવા મૂકો.
  2. હવે એક ખલ માં ભુજીયા નો અધકચરો ભૂકો કરી લો.
  3. હવે પનીર ના પીસીને મેરીનેશન સાથે જ ઉચકીને ભુજીયા માં રગદોળી લો.હાથ થી થોડા દબાવી લો.તેને અડધો કલાક માટે ફ્રિજમાં મૂકો.
  4. હવે તેને ડૂબતા તેલ માં ગોલ્ડન તળી લો. ફાસ્ટ ગેસ પર જ તળવા. વારેઘડીએ હલાવવું નહીં. નહીં તો સેવ છૂટી જાય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર